SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યારે સિદ્ધચક્ર પૂજનમાં જવાનું થયું, ત્યારે ત્યારે તેઓને તે તરફનો ભક્તિભાવ એટલો ઉલ્લસિત થયો કે એક બહુમાન કે આદરભાવના સ્વરૂપે શ્રી સિદ્ધચક્રજીમાં સમાવિષ્ટ નવપદો, તે સંબંધી રહસ્યો, તેની ઐતિહાસિક કથાત્મકતા અને તેની હૃદયપૂર્વકની આરાધનાથી પ્રાપ્ત થતાં ફળ વગેરે વિષે સંશોધન કરવાની પ્રબળ ઈચ્છા થઈ. એવું કહેવાય Where there is will, there is way અથવા એમ પણ કહી શકાય કે will has wings. અહીં પણ એવું જ બન્યું હશે. ઉપરોક્ત તમામ બાબતો વિષે સંશોધન કરીને, જાણીને, તેનું યોગ્ય સંકલન કરીને, તે વિષેના જ્ઞાનવૈભવને ગ્રંથસ્થ કરવાની ઇચ્છા આ ભગીરથ કાર્યના મૂળમાં સમાયેલી હતી. વિવિધ આધારોના અભ્યાસ પછી વર્તમાન સમયે શાશ્વતી ઓળીમાં જે પ્રચલિત છે તે શ્રીપાલરાસ (ઉપાધ્યાય શ્રી જિનવિજયજી મહારાજ તથા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કૃત) જેમાં શ્રી સિદ્ધચક્રજી તરફની અનન્ય ભક્તિ સમાયેલી છે તે વિષયક પ્રકાશન કરવાનું નક્કી કર્યું. રચનાકારનો આ અનહદ અનુરાગ અને ભક્તિભાવ સિદ્ધ કરતાં અનેક સંદર્ભો આ ગ્રંથવિધિમાં જોવા મળે છે. ખાસ તો વિવિધ સ્વરૂપે અને વિવિધ માધ્યમો પર આલેખાયેલાં શ્રી સિદ્ધચક્રજી – નવપદજીનાં યંત્રો ધ્યાન ખેંચે છે. આ આધારો – સંદર્ભો પ્રાપ્ત કરવામાં તેઓએ કેટલી બધી જહેમત લીધી હશે! ઉદાહરણ રૂપે : ભાગ : ૧માં નં. ૭ – અષ્ટ નવપદ યંત્ર, નં.૯ હીંકારમય શ્રી પાર્શ્વપ્રભુ અને સરસ્વતીયુક્ત મંગળ નવપદજી નં. ૩૧ – રજતપત્ર પર અષ્ટાપદની પ્રતિકૃતિ યુક્ત શ્રી સિદ્ધચક્ર યંત્ર નં. ૬૪ – પ્રાચીન હસ્તપ્રત પર અને નં. ૬૭ શ્રીપાળ – મયણા વંદિત યંત્ર ભાગઃ રમાં નં. ૧૦૧ – સ્વ-સ્વ વર્ણયુક્ત શ્રી નવપદ યંત્ર નં. ૧૬૧ – આરસની દીવાલમાં કોતરેલ કમલાકાર નવપદ યંત્ર (તારંગા તીર્થ) ભાગઃ ૩માં . ૨૩૫ – સંગેમરમર નિર્મિત શ્રી નવપદ યંત્ર પાંચ પ્રતિમા સહિત) ભાગ : ૪માં નં. ૩૮૨ - હોંકાર ગર્ભિત – વિશિષ્ટ શૈલીવાળું 326 * જૈન રાસ વિમર્શ
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy