SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ જ. પરંતુ વિસ્તા૨માં અર્થ સમજવા માટે ટબો પણ સમાવિષ્ટ છે. ટબો શોધવા માટેની શ્રી પ્રેમલભાઈની જહેમત નોંધપાત્ર છે. આ માટે ૧૭મીથી ૧૯મી સદી સુધીની હસ્તપ્રતોમાંથી સર્વમાન્ય ટબો સ્વીકાર્યા અને જરૂ૨ લાગી ત્યારે અન્ય ટબાઓના પાઠાંતરો પણ પ્રયોજ્યા છે. દા.ત., જિનેશ્વર ભગવાન કેવા છે? આ પ્રકારના ઉત્તરૂપે જે ટબો છે તેમાં જણાવ્યું છે : જે તિહું નાણ સમગ્ગ ઉપજા... એ હવા જે જગદુપગારી શ્રી જિનાને સહિતને નમિઈં.” (ભાગ : ૪ પૃષ્ઠ : ૮૩૭) અહીં શ્રી જિનેશ્વર – તીર્થંકર પરમાત્માના સ્વરૂપની વિશેષ જાણકારી મળે છે. હજુ આટલાથી આ ગ્રંથકારને સંતોષ ન થયો તેથી તમામ પ્રકારના વાચકોની ક્ષમતાઓ મર્યાદાઓ પિછાણીને વિવિધ અર્થઘટનો માટે અનુપ્રેક્ષા આપવાનો પ્રબળ પુરુષાર્ષ જોવા મળે છે. મૂળકૃતિમાંથી પ્રાપ્ત થતાં જ્ઞાનનું યથોયોગ્ય વિસ્તરણ થયું છે. જે પંડિત જીવ છે તેઓ જ્ઞાનના ઊંડાણને પામી શકે એવી વિશિષ્ટ ક્ષમતા ધરાવે છે. આ બાબત ધ્યાનમાં રાખીને અનુપ્રેક્ષાનું પ્રયોજન થયું છે. આ જીવોમાં પુદ્દગલ આધારિત સુખની પ્રાપ્તિ કરતાં આત્મિક ગુણોની મહત્તા વિશેષ હોય છે. આવા વાચક-ભાવક અને અભ્યાસક્રમ અપેક્ષા સંતોષવાનો જે પુરુષાર્થ અહીં શ્રી પ્રેમલભાઈએ કર્યો છે ઃ દા.ત. જ્યારે શ્રીપાળકુંવરને લઈને તેમની માતા જંગલમાં જતા હતા ત્યારે સાતસો કોઢિયાઓએ તેમને રક્ષણ આપ્યું. એ સમયે રાજમહેલમાંથી તેમનો શોધ કરતાં ઘોડેસવારો આવી પહોંચ્યાં અને તેમના વિષે પૂછપરછ કરી. કોઢિયાઓએ કહ્યું : “વાર્ફ હાં આપ્યો નથી ? (ભાગ-૧ પ્રથમ ખંડ, ઢાળ ૧૦, ગાથા ૨૧) અહીં પ્રશ્ન થાય કે કોઢિયાઓએ મૃષાવાદનો સહારો લીધો એ યોગ્ય છે? અનુપ્રેક્ષામાં આ બાબત સ્પષ્ટ થઈ છે. દ્રવ્યથી અસત્ય હોવા છતાં ભાવથી સત્ય છે. શાસ્ત્રાર્થ પ્રમાણે જોતાં જેનાથી નિષ્કારણે ષટ્કાયની હિંસા થાય તે ભાષા દ્રવ્યથી અસાવધ હોવા છતાં તે ભાવથી સાવદ્ય કહેવાય છે. અહીં અનુપ્રેક્ષાના અનેક સુંદર ઉદાહરણો જોવા મળે છે. ખાસ તો એ બાબત 330 * જૈન રાસ વિમર્શ .
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy