________________
ત્યાર બાદ હેમવિમલસૂરિએ સૌભાગ્યહર્ષને સૂરિપદ આપ્યું અને તેઓએ સોમવિમલને પંડિત એવું પદ શિરોહીમાં આપ્યું. વળી વિજાપુરમાં અમદાવાદના સંઘે તેઓને ઉપાધ્યાયનું પદ અપાવ્યું હતું. સંવત ૧૯૫૭ને આસો સુદ ૫ ને ગુરુવારના દિવસે શ્રી સોમવિમલને અમદાવાદમાં આચાર્યપદ અર્પણ કરાયું. પછી સંવત્ ૧૬૦૫માં મહાસુદ ૫ના દિવસે ખંભાતમાં તેઓને ગચ્છનાયકપદ સુપ્રત કરાયું.
(ઉપરોક્ત પંક્તિઓમાં કવિએ સફળતાપૂર્વક જેહ, તેહ; વતસાર, વાર; શ્રીપતિ, સંઘપતિ; નામ, તામ જેવા શબ્દ ગૂંથીને પ્રાસ સાંકળી અલંકારનો સુંદર પ્રયોગ કર્યો છે)
શ્રી સોમવિમલસૂરિ સ્વયં એક સિદ્ધ કવિ એવં રચયિતા હતા. તેઓએ ૪ રાસ રચ્યા છે. ૩-૪ સઝાય રચી છે. તેઓએ “મનુષ્ય ભવોપરિ દશ દૃષ્ટાંતનાં ગીતો"; કુમરગિરિમંડણ શ્રી શાંતિનાથ સ્તવન” તથા “દેશવૈકાલિક સૂત્ર બાલાવબોધ” અને “કલ્પસૂત્ર બાલાવબોધ”ની રચના પણ કરી છે.
તેમણે (૧) ધમિલ રાસ સંવત ૧૫૯૧ના પોષ સુદ ૧ રવિવાર ખંભાતમાં રચ્યો. તેના અંતમાં ગુરુ હેમવિમલસૂરિ પટ્ટે સૌભાગ્યહર્ષસૂરિ શિ. સોમવિમલગણિભિલિંબાપિતા કૃતા ચ પરોપકૃતિકૃત' એવી પુષ્પિકા મળે છે.
(૨) શ્રેણિક રાસ અથવા સમ્યકત્સાર રાસ – સંવત ૧૬૦૩, ભાદ્રપદ શુક્લ ૧, કુમરગિરિમાં રચ્યો છે જેમાં ૬૮૧ ગાથા છે.
(૩) ચંપક શ્રેષ્ઠિ રાસ : સંવત ૧૬૨૨ ને શ્રાવણ શુક્લ ૭ને શુક્રવારે વિરાટનગરમાં દાનનો મહિમા વર્ણવતો આ રાસ છે. શ્રી સોમવિમલસૂરિ રાસઃ
શ્રી સોમવિમલસૂરિરાસ એક ચરિતકથાત્મક પ્રકારનો રાસ છે. આ રાસ સંવત્ ૧૬૧૯માં આનંદસોમ નામના તેમના શિષ્ય રચ્યો છે. આનંદસામે આ રાસ સં. ૧૬૧૯માં નંદુરબારમાં પૂર્ણ કર્યો હતો. આનંદસોમ તેમના શિષ્ય હોવાથી અહીં વર્ણવેલ ચરિત્ર પૂર્ણપણે વિશ્વસનીય હોવાની ખાતરી તેમ જ સંતોષ પ્રાપ્ત થાય છે.
પ્રસ્તુત રાસ એક ગેય રચના છે. આ રાસમાં કુલ ૧૩ રાગ ઢાળ સહિત છે. તેમના વિષય, રાગ, ઢાળ અને પંક્તિની સંખ્યા નીચે પ્રમાણે છે.
266 * જૈન રાસ વિમર્શ