________________
દલીચંદ દેસાઈઃ પ્ર. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ ઈ.સ. ૧૯૮૭, પૃ.૧૧૩ પર પ્રાપ્ત થાય છે.)
આ સ્થૂલભદ્ર સ્વાધ્યાય ગ્રંથનો અંત અહીં રજૂ કર્યો છે. તપગચ્છિ નિર્મલ ચન્દ્ર, શ્રી સોમવિમલ સૂરિદ, તસ સીસ રચિઉ સઝાય, સાંભળતા (મન) નિર્મલ થાય. પૃથિવી રસ સંવત એહ કુચ કર્ણ પ્રમાણિ જેહ, શ્રાવણ સુદી દશમી દિવર્સિ, વયરાટિ યુણિક મન હરસિ, જે તારા ગણિ દેણંદ, જે સાયર મેરૂ ગિરિદ,
તાં પ્રતપું જવલી સોમ, ઈમ ભણઈ આણંદસોમ. (એજ પૃષ્ઠ ઉપર) શ્રી સોમવિમલસૂરિનો પરિચય:
શ્રીહેમવિમલસૂરિ તપાગચ્છના પટ્ટધર હતા. તેમની પાટે સૌભાગ્યહર્ષસૂરિ થયા, અને તેમની પાટે સોમવિમલસૂરિ થયા. ક્રમાનુસાર જોતાં તેઓનો ક્રમ.૫૮મો થાય. તેઓશ્રીનો જન્મ ખંભાતમાં સમધર મંત્રીના વંશજ રૂપવંતને ત્યાં તેમની પત્ની અમરાની કુક્ષીએ થયો. તેઓશ્રીનું નામ જસવંત રખાયું હતું. તેઓએ શ્રીહેમવિમલસૂરિ પાસે સં.૧૫૭૪માં વૈશાખ સુદ ૩ને દિવસે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષિત થતાં જ તેમને સોમવિમલ એવું નામ મળ્યું.
સંવત્ પન્નર જેહ, તેહ ચિંહુત્તિરેઈ, વૈશાખ શુદિ ત્રીજઊ લીએ; રોહિણિ નક્ષત્રિ વ્રતસાર, વાર શનિ આદરાઈ, સુમતિ ગુપતિ અતિ નિરમાલી એ. અહ્મદાવાદ શ્રીપતિ, સંઘપતિ ભૂભચ.
સૂરાજ ઈચ્છવ કરઈ એ; સોમવિમલ મુનિ નામ, તામ ઠવાઈ વર,
જસ મહિમા મહિ વિસ્તરઈએ. ૨. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય – સંચય, પ્ર.શ્રીજૈન આત્માનંદ સભા, ભાવનગર,
ઈ.સ. ૧૯૨૬, પૃ.૧૩૮, ૧૩૯ ૩. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય – સંચય, પ્ર.જૈન આત્માનંદ સભા, ભાવનગર ૧૯૨૬, પૃ. ૧૩૪-૧૪૯.
શ્રી સોમવિમલસૂરિ રાસ +265