________________
ધર્મ પરીક્ષાને રાસ. બાર જયણને લાંબો અછે, નેવ જયણને પિહોળે પછે;
ગઢ મઢ મંદિર પિળ પ્રકાર, સેહે ઓળા ઓળ આગાર છે. ૮ તે પર્વત પચીસ જોજન પૃથ્વીમાં તથા પચીસ જોજન બહાર ઉચે છે, તે વૈતાઢ્ય પર્વતની ઉપર દક્ષીણ દિશા તરફ દશ જે જન ઉપર ક્રેડ કેડ ગામ જેના (તાબામાં) પછવાડી છે, એવા પચાસ નગરમાંનું વૈજયંત પુર નામે એક મોટું નગર છે. દાણા તે નગર બાર જોજન લાંબું, તથા નવ જે જન પહેલું છે, તે નગરમાં કલ્લા, મઢીઓ, મંદિર, પળે તથા ઘરે સઘળાં એક સરખાં હારબંધ જોડાજોડ છે. એટલા વાવ્ય કુવા સરેવર જિહાં, જિનનાં શિવનાં મંદિર તિહાં; ધર્મ તણી પોસાળ ઘણી, એવી નગરી વિદ્યાધર તણી છે ૯ વસે વિપ્ર વિદ્યાના ધણી, વનીતા રૂપે રળીઆમણી; વણિક કરે મોટા વ્યાપાર, વસ્તુના નાના અંબાર છે ૧૦ બાવન વીર તણું ત્યાં સ્થાન, વિધારિનાં મુખ પર વાન;
નવ નારૂ નવ કારૂ લેક, વસ્ત્ર પડયાં પચરંગી થોક ૧૧ તે વિદ્યાધરના નગરમાં વાવ્ય, કુવા, સરોવર, જૈનનાં તથા શિવનાં દેહરાં તથા ધર્મશાળાઓ ઘણી છે. ૯ો તે નગરમાં ઘણાક વિદ્વાન બ્રાહ્મણ, તથા તેમાં અત્યંત રૂપવાળી સ્ત્રીઓ વસે છે, તેમ ત્યાં વાણીઆ લોકો જુદી જુદી વસ્તુઓના મોટા વ્યાપાર કરે છે. ૧. વળી તે નગરમાં બાવન વીરેનાં સ્થાનક છે, તેમાં પૈસાદાર લોકે પણ ઘણા તેજસ્વી છે, વળી નવ નારૂ અને નવી કાર એમ અઢારે વર્ણનાં લોકે ત્યાં રહે છે, અને પંચરંગી વઓનાં તે ત્યાં ઢગલે ઢગલા છે. ૧૧ છે . વિદ્યા શક્તિએ ચાલે આકાસ, વિમાન રચના જાણે આવાસ; તીર્થ યાત્રા કરતાં દીન જાય, પુણ્ય પ્રાણી નિગમે આય . ૧૨ તિણ નગરી છતારિ ભૂપ, અદભૂત ઇંદ્ર સરિખું રૂ૫;
ન્યાય મારગમાં ચાલે રાય, રામચંદ્ર પમ કહેવાય છે ૧૩ . રાય તણી રાણીનું નામ, પવનવેગાથી વધે કામ; દંપતિ બેદને વાણે નેહ, હરખ થાયે જિમ આવે મેહ : ૧૪ - ત્યાંના લોકે વિવા બળે કરી આકાશમાં ચાલે છે, તથા તેમનાં ઘરો તે જાણે દેવતાઓના વૈમાન સરખાં છે, ત્યાંના લેક તીર્થ યાત્રા આદિકમાં જ પોતાના દિવસો ગાળે છે, અને એવી રીતે પુન્યનાં કાર્યોથી જ પોતાનું આયુષ્ય સંપૂર્ણ કરે છે. પરા તે નગરમાં છતારી નામે રાજા ઈંદ્ર સરખા રૂપવાળે છે, તથા તે રામચંદ્રની માફક ન્યાયથી રાજ પાળે છે. કે ૧૩ છે કામને વધારવાવાળી (ઘણી રૂપાળી) તે રાજાની પવનવેગા નામે રાણી છે. તે બન્ને સ્ત્રી ભરથારને ઘણે સ્નેહ હતું, અને તે નેહ વડે કરીને મેઘ આવવાથી જેમ હરખ થાય છે, તે જ હરખ તેઓ બન્નેને થતા હતા. ૧૪ રૂપે અદભૂત દીસે નાર, ઈદ્રાણી જાણે અવતાર બેને ધર્મ તણે છે રાગ, કેવળી ભાંખ્યો પાળે માગ ૧૫
* ૧૦ ૨૧૬