________________
જનથી. શાસનનો સાચો રાગી એવા સમયે ઝળકી ઊડ્યા વિના રહે જ નહિ.'
શ્રી રાવણના આદેશને પામેલા તે શ્રી રાવણના લાખો અનુચર રાક્ષસ સુભટો, રેવાનદીની ઉદ્ભટ ઊર્મિઓની જેમ દોડ્યા. તે શ્રી રાવણના સુભટો એક વનના હાથીઓ જેમ બીજા વનના હાથીઓની સાથે યુદ્ધ કરે, તેમ તીર ઉપર રહેલા તે “શ્રી સહસ્ત્રાંશુ' રાજાના સૈનિકો સાથે યુદ્ધ કરવા લાગ્યા. મેઘો જેમ અષ્ટાપદોને કરાઓથી ઉપદ્રવ કરે, તેમ આકાશમાં રહેલા તે રાક્ષસ સુભટો ભૂમિ ઉપર રહેલા તે ‘શ્રી સહસ્ત્રાંશુ' રાજાના સુભટોને વિઘાઓથી મોહિત કરીને ઉપદ્રવ કરવા લાગ્યા. આ રીતે પોતાના સુભટો ઉપદ્રવ કરાતા જોઈને, ક્રોધથી પોતાના હોઠને કંપાવતા, ‘શ્રી સહસ્ત્રાંશુ' રાજાએ પોતાની પ્રિયાઓને ચલાયમાન પતાકાવાળા હાથથી આશ્વાસન આપ્યું કે અને ગંગાનદીમાંથી જેમ ઐરાવત હસ્તી બહાર આવે, તેમ શ્રી સહસ્ત્રાંશુ રાજા એકદમ રેવા નદીમાંથી બહાર નીકળ્યા અને ધનુષ્યને પણછ ઉપર ચઢાવ્યું. જેમ પવન ઘાસના પુળાઓને ઉડાડી મૂકે, તેમ મહાબાહુ “શ્રી સહસ્ત્રાંશુ રાજાએ આકાશમાં રહેલા રાક્ષસવીરોને ભગાડ્યા, યુદ્ધમાંથી પોતાના સુભટોને પાછા ફરેલા જોઈને, અતિશય કોપાયમાન થયેલા શ્રી રાવણ, પોતે જ બાણોને વરસાવતા “શ્રી સહસ્ત્રાંશુ' રાજાની સામે આવ્યા. ગુસ્સામાં આવેલા શ્રેષ્ઠ અને સ્થિર એવા એ બંને વીરપુરુષોએ વિવિધ પ્રકારનાં આયુધો દ્વારા ચિરસમય સુધી યુદ્ધ કર્યું. શ્રી રાવણે ભુજાના બળથી તે શ્રી સહસ્ત્રાંશુ રાજાને ન જીતી શકાય તેવો માનીને, વિદ્યાથી મોહ પમાડીને જેમ હાથીને પકડી લે, તેમ ‘શ્રી સહસ્ત્રાંશુ રાજાને પકડી લીધો. મહાપરાક્રમી એવા તે રાજાને જીતીને પોતાને જીતેલ માનવા છતાંપણ, તે પરાક્રમીની આ પ્રશંસા કરતાં અને ગર્વરહિત એવા શ્રી રાવણ તેને પોતાની છાવણીમાં લઈ ગયા.
શ્રી રાવણ અને ધર્મભાવ...૪
: a.
૧ ૩૩ રાક્ષશવંશ
અને વાનરવંશ