________________
જૈન રામાયણ ૧ ૩ ૨.
રાસવંશ અને વાનરવંશ ભાગ-૧
રજોહરણની ખાણ માછલાને બાંધીને લઈ આવે, તેમ તમે પોતાને ભટ માનતા તે પાપીને બાંધીને લઈ આવો !'
‘શ્રી રાવણનું હદય પ્રભુ પ્રત્યેની ભક્તિથી કેટલું રંગાયેલું છે. તે આ વચનો ઉપરથી કોઈપણ બુદ્ધિશાળી આત્મા સમજી શકે તેમ છે. ભક્તિવાન્ આત્મા આશાતના પ્રત્યે બેદરકાર ન જોઈ શકે અને જ આત્મા આશાતના પ્રત્યે બેદરકાર હોય છે, તે આત્મામાં ભક્તિના આવિર્ભાવતી પણ સંભાવના કેમ થઈ શકે ? જેનો આત્મા ભક્તિથી રંગાયેલો હોય, તે પોતાની શક્તિ છતાં આશાતના કરનારને આશાતના કરતાં અટકાવવાનો પ્રયાસ ન કરે, એ વાત બનવાજોગ નથી.
શ્રી રાવણ જેવા શક્તિસંપન્ન આત્મા, પોતાના તારક દેવની ભયંકર આશાતના થયેલી જોઈને અધિક કોપાયમાન થાય, એમાં સમ્યગ્દષ્ટિ આત્માને તો એક લેશ માત્ર આશ્ચર્ય થાય તેમ નથી કારણકે સમ્યગ્દષ્ટિ આત્મા પ્રશસ્ત અને અપ્રશસ્ત કષાયના સ્વરૂપને સમજનાર હોય છે. પોતાના દિવિજયના કાર્યને બંધ રાખી, આશાતના કરનાર આત્માને શિક્ષા આપવાના કાર્યનો હુકમ કરી, શ્રી રાવણ પોતાના સમ્યક્વને ઉજ્જવળ કરવાનું કામ આરંભે, એ જ તે પુણ્યશાળીની શ્રી જિનેશ્વરદેવના શાસન પ્રત્યેની સાચી પ્રીતિ હોવાનું સૂચવે છે. શાસન પ્રત્યેની પ્રીતિ વિનાના તો વાત-વાતમાં એમ કહીને ઊભા રહે તેમ છે કે હશે ! કરશે તે ભરશે ! આપણે ક્યાં નાહકનો સમય ગુમાવીએ ! આપણે શું કામ વગર કારણે કોઈની સાથે વિરોધ કરીએ !' પણ જ્ઞાની પુરુષો તો કહે છે
‘પ્રભુની કે પ્રભુમાર્ગની આશાતના કરનારને રોકવાના કાર્યમાં છતી શક્તિએ ઉદ્યમ નહિ કરનારા અને પોતાની જાત સંભાળવામાં આનંદ માનનારા, એ પ્રભુશાસનના સાચા રાગી