________________
શ્રેષ્ઠ હસ્તી પોતાની હાથીઓની સાથે જેમ જળક્રીડા કરે, તેમ પાણીથી કીડા કરે છે. અને તે સમયે રેવા નદીના બંને તીર ઉપર ઊંચા અસ્ત્રોવાળા એક લાખ રક્ષકો ઈંદ્રની માફક આ રાજાની ફરતા ઊભા રહે છે. અપરિમિત પરાક્રમી આ રાજાનો કોઈપણ એવો અદષ્ટપૂર્વ પ્રારંભ છે, કે જેથી તે આત્મરક્ષકો પણ ફક્ત શોભા માટે અથવા તો કર્મના સાક્ષીરૂપે જ રહે છે. પરાક્રમી એવા તે રાજાના ઊતિ એટલે શ્રેષ્ઠ જળક્રિડાના હસ્તપ્રહારોથી જળદેવીઓ ક્ષોભ પામી ગઈ અને જળજંતુઓ પલાયન કરી ગયાં. એક હજાર સ્ત્રીઓથી સહિત થયેલા તે રાજાએ પ્રથમ રોકેલું હોવાથી અને પછીથી વહેતું મૂક્યું હોવાથી આ પાણી અતિશય ઉછળેલું છે અને વેગથી ઉધ્ધત બનેલા તે પાણીએ, હે દશાનન ! આકાશ અને પૃથ્વી ઉભયને ડુબાવી દઈ, આ આપની પૂજાને પણ ડુબાડી દીધી. હે દશાનન ! આપ જુઓ કે આ રેવા નદીના તીર ' ઉપર સ્ત્રીઓનાં નિર્માલ્યો તરે છે અને તે મેં કહેલી વાતની સત્યતાનું પ્રથમ ચિહ્ન છે. વળી, હે વીર વારણ રાવણ ! આપ જુઓ કે આ દુ:ખે કરીને રોકી શકાય એવું પાણી તે રાજાની સ્ત્રીનના કસ્તુરી આદિથી ઉત્પન્ન થયેલાં અંગરાગોથી અતિશય કાદવવાળું થઈ ગયું છે.'
આ પ્રકારની વાણી સાંભળીને, આહૂતિથી અગ્નિ જેમ ઉદ્દીપ્ત થાય, તેમ શ્રી રાવણ અધિક કોપાયમાન થયા અને કહેવા લાગ્યા કે -
अरे मुमूर्षुणा तेन, वारिभिः स्वांगषितैः । दृषिता देवपूजेयं, देवढ्ष्यमिवाजनैः ॥११॥ तद्यात राक्षसभटा - स्तं पापं भटमानिनम् । વહૃથ્વી સમાનત નો , મેસ્થમાનાયિant $વ ૨/૪
અરે ! અંજન એટલે કાજળ જેમ દેવદૂષ્ય એટલે દેવતાઈ વસ્ત્રને દુષિત કરે, તેમ પોતાના અંગથી દૂષિત પાણીથી મારી આ દેવપૂજા, મરવાની ઇચ્છાવાળા તે રાજાએ દૂષિત કરી છે. માટે હે રાક્ષસભો ! તમે જાવ અને માછીમારો જેમ
'શ્રી રાવણ અને ધર્મભાવ....૪
૧૩૧ રાક્ષશવંશ
અને વાનરવંશ