________________
'રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ
રજોહરણની ખાણ વિચારો કે - સમ્યગ્દષ્ટિ આત્માની દશા કેવી હોય છે ? ધર્મમાં વિધ્વ, એ પુણ્યશાળી આત્માને પોતાના શિરચ્છેદ કરતાં પણ અતિશય દુઃખરૂપ થાય છે, કારણકે તે આત્માને મન ધર્મ એ જ સર્વસ્વ હોય છે. ધર્મની સામે આવતાં આક્રમણોને નિહાળીને જેનો આત્મા ખળભળી ન ઊઠે, તેના આત્મામાં સમ્યક્તની પણ શંકા જ છે. ધર્મમાં અંતરાય
કરનાર આત્માને શ્રી રાવણે કારણ વગરના દુશ્મન તરીકે ઓળખ્યો અને - એથી શ્રી રાવણના અંત:કરણમાં કોપનો આવિર્ભાવ થયો. અને તે થાય
એ સહજ છે. જેઓ આજે જનતાના ધર્મકર્મમાં અંતરાય નાખવાની પ્રવૃત્તિઓ આચરે છે, તેઓ આ જગતના વગર કારણે દુશ્મનો છે. એ
વાત પણ શ્રી રાવણના ઉપર્યુક્ત શબ્દોથી સહેજે સમજી શકાય તેમ છે. ર ‘મિથ્યાદષ્ટિ આત્મા વિના ધર્મમાં વિઘ્ન કરવાની બુદ્ધિ ન જ થાય એ
વાતને પણ શ્રી રાવણ પોતાના કથનથી સ્પષ્ટ કરે છે. આથી તમે સમજી શકશો કે સમ્યગ્દષ્ટિ આત્મા ખોટી શાંતિનો પૂજારી કદી જ નથી હોતો. સમ્યગ્દષ્ટિ આત્મા એવી શાંતિનો ઉપાસક ન જ હોય, કે જે શાંતિથી ધર્મનો ધ્વંસ થાય અને ધર્મનો નાશ કરનારાઓને ઉત્તેજન મળે. આથી જ એકાંત શાંતિમાં સ્થિર થઈને પ્રભુની પૂજામાં રક્ત બનેલા શ્રી રાવણને પૂજાના ભંગથી ક્રોધ ઉત્પન્ન થયો અને પૂછ્યું કે શું સામી બાજુએ કોઈ મિથ્યાદૃષ્ટિ નરાધિપ છે, વિદ્યાધર છે, સુર છે કે અસુર છે?" આ પ્રશ્નના ઉત્તરમાં કઈ એક વિદ્યાધરે શ્રી રાવણને કહયું કે,
“હે દેવ ! અહીંથી આગળ જતાં માહિષ્મતી' નામની એક નગરી છે. તે નગરીમાં બીજા સૂર્ય જેવો અને હજારો રાજાઓથી સેવાતો V ‘સહસ્ત્રાંશુ' નામનો મહાપરાક્રમી રાજા છે. એ રાજાએ જળક્રીડાના
ઉત્સવ માટે સેતુબંઘથી રેવા નદીમાં વારિબંધ ર્યો હતો, એટલે કે રેવાના પાણીને તેણે રોકી લીધું હતું. ખરેખર, મહાપરાક્રમીઓને કશું અસાધ્ય હોતું નથી. એ “શ્રી સહસ્ત્રાંશુ રાજા પોતાની હજાર રાણીઓની સાથે,