________________
જૈન રામાયણઃ -
રજોહરણની ખાણ ૧૩૪
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
સમ્યકત્ત્વનો ઝળહળતો પ્રભાવ હષ્ટમાન થયેલા શ્રી રાવણ જેટલામાં પોતાની સભામાં બેઠા, તેટલામાં જ શ્રી શતબાહુ નામના ચારણ શ્રમણ ત્યાં પધાર્યા. તે મહમુનિવરને આવતા જોઈને
"सिंहासनात् समुत्थाय, त्यक्त्वा च मणिपादुके । अभ्युत्तस्थौ ढशास्यस्तं, पयोदमिव बहिणः ॥११' “trucત ઘrઢયોસ્ત, વંદા પૃષ્ટભૂતન ? रावणो मन्यमानस्त- मर्डगणधरोपमम् ११२१॥" "आसने चासयामास, तं मुनि स्वयमर्पिते । प्रणम्य च दशग्रीवः, स्वयमामुपाविशत् ॥३॥"
શ્રી રાવણ, મયૂર જેમ મેઘની સામે જાય, તેમ સિંહાસન ઉપરથી ઊઠીને, મણિપાદુકાઓનો ત્યાગ કરીને, તે મુનિવરની સામે ગયા અને તે મુનિવરને શ્રી અરિહંતદેવના ગણધરની જેવા માનતા તથા પાંચ અંગોથી ભૂમિકલને સ્પર્શ કરતાં શ્રી રાવણ તે મુનિવરના ચરણોમાં પડ્યા, તથા તે મુનિવરને પોતે અર્પણ કરેલા આસન ઉપર બેસાડીને નમસ્કાર કરીને શ્રી રાવણ જમીન ઉપર બેઠા.'
આ પછી વિશ્વાસ ડ્રવ મૂર્તિસ્થી, વિશ્વાસ્થાનવીન્દવા ? धर्मलाभाशिषं तस्मै, सोऽहात् कल्याणमातरम् ॥१॥
મૂર્તિમાન્ વિશ્વાસ જેવા અને વિશ્વને આશ્વાસન આપવા માટે બંધુ સમાન તે મુનિવરે પણ તે શ્રી રાવણને કલ્યાણની માતા સમાન ધર્મલાભ' રૂપ આશિષ આપી.”
ખરેખર, શ્રી સમ્યગદર્શનનો પ્રભાવ જ કોઈ અજબ છે. એનો જ એ પ્રતાપ છે કે માનધન મહારાજા શ્રી રાવણ જેવાને પણ મુનિવરનું આગમન એકદમ સિંહાસન ઉપરથી ઊભા કરી, મણિમય પાદુકાઓનો પરિત્યાગ કરાવી, મુનિવરનાં ચરણમાં નમાવી, એક સામાન્ય માણસની