________________
ભૂલેશ્વર લાલબાગ : તીર્થધામ આજથી લગભગ ૮૨ વર્ષ પહેલાનો એ કાળ હતો. તે કાળે જડવાદની બોલબાલા મુંબઈ શહેરમાં ફાલી ફલી હતી. જમાનાવાદીઓના ધર્મ સામેના આક્રમણો પૂરજોશમાં ચાલી રહ્યા હતા. વીતરાગ કથિત ત્યાગમાર્ગને નામશેષ કરવા માટેના જોરશોરથી પ્રયત્નો થઈ રહ્યા હતા, એમ છતાં ચૈતન્યવાદની મીઠી સરવાણીના મધુર જલનું પાન કરનારા અનેક ઉત્તમ ને મોક્ષમાર્ગના અભિલાષી જીવો જે આજે જણાઈ રહ્યા છે, તે મીઠી-મધુર ચૈતન્યવાદની પ્રાણદાયી સરવાણીના સ્ત્રોતને તે કાલે પ્રગટાવનાર એ પ્રવચન શૈલીએ તે વેળા લાલબાગ ભૂલેશ્વર જૈન ઉપાશ્રયને તીર્થધામ સમું બનાવી દીધેલ.
જૈન રામાયણ પ્રથમ ભાગમાં વિ.સં. ૧૯૮૯ ની પ્રથમ આવૃત્તિ વખતે પ્રગટ થયેલા આમુખ' રૂપ લખાણો મારી સંવેદનાને ચેતના આપનાર બન્યા હોવાથી તેના અમુક અંશો આ સાથે જોડીને હું તેને આપણી સંવેદના બનાવવા માંગું છું.
બાલ્યકાળથી શ્રી ભાગવતી જૈન દીક્ષા સ્વીકારીને પ્રભુશાસનમાં પોતાનું જીવનસમર્પણ કરનાર, વાય-વ્યાકરણ-તર્ક વગેરે સાહિત્યના પારંગત અને લાખો શ્લોકોમાં સાહિત્યનું સર્જન કરનાર તેમજ ગુજરાતના ગૌરવભર્યો ઇતિહાસમાં અમર નામ પ્રાપ્ત કરવા સાથે જૈનધર્મની વિજયપતાકા ફરકાવનાર કલિકાલસર્વજ્ઞ ભગવાન્ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ આ ‘શ્રી ત્રિષષ્ઠિ-શલાકા-પુરુષ-ચરિત્ર'ના સાતમા પર્વને જુદા જુદા સર્ગોમાં રચ્યું છે.
જે મહાત્માના શુભ નામથી આજે જૈનો અને જૈનેતરો ખૂબ ખૂબ પરિચિત છે. એઓશ્રીમદ્ગી વિદ્વતા, ગંભીરતા, તલસ્પર્શી વિવેચના, સચોટ વ્યાખ્યાનશક્તિ અને સાથે નિર્મલ ચારિત્રશીલતાએ, આજે એ મહાત્માને અનેકોના હદયરાજ બનાવ્યા છે. અનેકો એમની સેવા કરે છે, અનેકો એમના નામસ્મરણમાં આત્મકલ્યાણ અનુભવે છે. તે પૂજ્યપાદ બાલ બ્રહ્મચારી, પરમ શાસનપ્રભાવક, વ્યાખ્યાનવાચસ્પતિ પંન્યાસપ્રવર શ્રીમદ્ રામવિજયજી ગણિવર
વિ.સં. ૧૯પરમાં પાદરા (ગુજરાત)માં એક સાધારણ, પરંતુ જૈનત્વની સુવિશિષ્ટ ભાવનાઓથી વાસિત કુટુંબમાં જ્યારે એક પુત્રનો જન્મ થયો. ત્યારે