________________
કપરું છે. પણ જિનશાસનના ભાવાચાર્ય ભગવંતો શુદ્ધ પ્રરુપક ગુણના પ્રભાવે આ કાર્ય કરી શકે છે, કરી રહ્યાં છે અને કરતાં રહેશે.
શ્રી દ્વાદશાંગીના આધારે રચાયેલાં અનેક પ્રાચીનતમ ગ્રંથો, છેલ્લા ૪૦૦૫૦૦ વર્ષમાં વિવિધ ભાષાઓમાં થયેલી સુવિહિત મહાપુરુષોની રચનાઓ, એ જ પરંપરાને જાળવીને થતી-થયેલી અર્વાચીન રચનાઓ એની સાક્ષી છે. ઉપદેશગ્રંથો તેના અદ્ભુત દૃષ્ટાંતો છે.
“જૈન રામાયણ : રજોહરણની ખાણ” આ પ્રવચનગ્રંથનું સંપાદન એ એક ભગીરથ કામ છે. એ કામ કરતાં સતત જે સંવેદના અનુભવી છે એને વાર્ણવવા શબ્દોનો સાગર છીછરો લાગે તેમ છે. “જીવન જીવવાની અને મજેથી મરવાની કળા” આ ગ્રંથે આપી છે. હર્ષ-શોકની લાગણીઓ કે મિશ્ર લાગણીઓના અવસરે સાગરની ગંભીરતાનો સાદ આ પ્રવચનોમાંથી સંભળાયો છે. શત્રુ-મિત્રમાં સમવૃત્તિ એ તો પર્વતની ટોચ છે. પણ એની તળેટીને સ્પર્શવાની ભૂમિકાને ક્ષણે-ક્ષણે સંવેદાય છે એ પ્રભાવ આ પ્રવચનોનો જ છે.
શાસ્ત્રવચનોનો માર્ગાનુસારી અર્થ કરવાની કળા આ પ્રવચનોના શ્રોતા કે વાંચકને હસ્તગત ન થાય તે બનવું પ્રાય: સંભવિત નથી. ધર્મ કરનાર ધર્મકાર્યની સફળતા માટે તેવા લક્ષ-પક્ષવાળો હોય, ધર્મના વિરોધીઓ અને ધર્મ નહીં કરી શકનારાઓ વચ્ચેનો ભેદ : ધર્મગુરુઓનું જૈન શાસનમાં સ્થાન, દીક્ષા-બાળદીક્ષા-વૈરાગ્ય આદિ તાત્વિક અને શાસ્ત્રીય પ્રશ્નોની છણાવટ આદિ બધું જ આ પ્રવચનોમાંથી સ્વાદુ: સ્વીવુડ પુર: પુર:' મળે તેમ છે.
“જૈન રામાયણ” ના આ પ્રવચનો સકતાગમ રહસ્યવેદી જ્યોતિષમાર્તડ પૂ.આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજાની ધર્માધ્યક્ષતામાં અને સિદ્ધાંત મહોદધિ પૂ. પંન્યાસપ્રવર શ્રી પ્રેમવિજયજી ગણિવરશ્રીના સાનિધ્યમાં પૂ. મુનિશ્રી રામવિજયજી મહારાજે વિ.સં. ૧૯૮૫-૮૬ના મુંબઈ લાલબાગભૂલેશ્વરના ચાતુર્માસ દરમિયાન કર્યા હતા. અર્થાધિકારે શ્રી આચારાંગસૂત્રની ચાલતી પ્રવચનધારા અને ભાવનાધિકાર જેનરામાયણની પ્રવચનધારા માટે નીચેના શબ્દો આપણી સંવેદનાને ઝંકૃત કરે તેવા છે.