________________
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ રજોહરણની ખાણ
૬૦
શ્રી રાવણ આદિને થયેલી તે વિદ્યાસિદ્ધિને સાંભળીને તેઓનાં માતા-પિતા, ભગિની અને બંધુઓ ત્યાં આવ્યાં અને રાવણ આદિએ તેઓનો સત્કાર માતા-પિતાની દૃષ્ટિમાં અમૃતની વૃષ્ટિને અને બંધુઓમાં ઉત્સવને ઉત્પન્ન કરતા તે ત્રણે ભાઈઓ પણ સુખપૂર્વક ત્યાં રહેવા લાગ્યા. ત્યાર પછી શ્રી રાવણે દિશાઓને સાધવામાં ઉપયોગી ‘ચંદ્રહાસ’ નામના શ્રેષ્ઠ ખડ્ગની છ ઉપવાસ કરીને સાધના કરી.
જોયું કે ? આ ખડ્ગની સાધના પણ દિશાઓને સાધવા માટે કરી છે, નહિ કે-ધર્મની સાધના માટે ! આ તપને તપ કહેવાય કે નહિ ?
જ્ઞાનીએ જે દૃષ્ટિએ તપનું વિધાન કર્યું છે, તે દૃષ્ટિએ આ તપ-તે તપતી કોટિમાં ન જઆવે, એ સહેજસમજીશકાય તેમ છે. શ્રી જિનેશ્વરદેવે કહેલ અહિંસા, સંયમ અને તપ એ મુક્તિની સાધના માટે છે એ જો સંસારના પદાર્થની સાધના માટે થાય, તો એ અહિંસાનું પરિણામ ઘોર હિંસા, સંયમનું પરિણામ ઘોર અસંયમ અને તપનું પરિણામ ઘોર આડંબર-લોકપૂજા થાય. આ શબ્દો જ ઇરાદે કહું છું તે ઇરાદો બરાબર સમજો, તો તમને નક્કી થશે કે શ્રી જિનેશ્વરદેવોએ કહેલ અહિંસા, સંયમ અને તપ એ મુક્તિ માટે છે, પણ દુનિયાની સાધના માટે નથી. તપસ્વીને લોક ભલે પૂજે, પણ લોક પૂજે એથી તપસ્વી તો એમ માને કે જે તપને જગત પૂજે છે, તે તપને મારે તો અધિક રીતે પૂજવો જોઈએ, પૂજા માટે તપ થાય, એમ ન બનવું જોઈએ.
પુણ્યાનુબંધી પુણ્યનો પ્રભાવ
પૂર્વના પુણ્યયોગે દુનિયાની સાહાબી તો મળ્યા વિના રહેનારી નથી, પણ પુણ્યાનુબંધી પુણ્યથી મળેલી સામગ્રી આત્માને બેહોશ નથી કરતી. પાપાનુબંધી પુણ્યથી મળેલી સામગ્રી આત્માને બેહોશ કરે છે. એટલા જ માટે પુણ્ય-પુણ્યમાં રહેલ અંતર સમજવું જરૂરી છે. આત્મા પુણ્યના પણ વિપાકને આધીન થાય, તો માર્યો જાય. શ્રી તીર્થંકર