________________
ન મૂકું. આખરે કૃષ્ણજીએ સમજાવ્યા કે “ભાઈ ! ભૂલ્યા, હવે નહિ કરે.” આ રીતે સાચા ક્ષત્રિયો સ્વપક્ષમાં પણ અનીતિ સહન ન કરતા. ક્ષત્રિયો તો પડે એને ઊભો કરે, ઢંઢોળે, જાગૃત કરે, પછી હથિયાર આપે, ખબરદાર કહી સાવધ કરે, પછી ફેર જરૂર હોય તો લડે, પણ પડતા પર પાટું તો ન જ મારે. આજે તો સુતાનાં ગળાં કપાય છે. એ તો નીચતા છે પરાક્રમ નથી. મોટા પુરુષોને દુશ્મન સાચા હૃદયથી નમે કે તરત એમનામાં શલ્ય રહે નહિ. જો રહે તો તેટલી મોટાપણામાં ખામી. અહીં અનાદૃત દેવે ક્ષમા માંગી અને શ્રી રાવણે આપી.
ચંદ્રહાસ’ ખડ્ઝની સાધના હવે શ્રી રાવણનું ભોગજીવન ચાલે છે. શ્રી રામચંદ્રજીનું પણ શરૂઆતમાં એ જ જીવન ચાલશે. એમનાં ધાર્મિક જીવન જણાવવાનો પ્રસંગ લાવવા, આ વસ્તુ જણાવવી જોઈએ. આ સાંસારિક જીવન છે. આમના જીવનમાંથી પણ હેય, શેય અને ઉપાદેયનો વિવેક હોવો જોઈએ એ મુદ્દો છે. પૂર્વ પુણ્યયોગે, નિયાણાના યોગે, શ્રી રાવણને ભોગો તો દોડી-દોડીને આવી મળવાના છે પણ એ ભોગોને કાંઈ શાસ્ત્રકારો, વખાણતા નથી. ‘અનાદત' નામનો જંબૂદ્વીપપતિ દેવ, કે જેણે ઉપસર્ગો કર્યા હતા, તેણે શ્રી રાવણની ધીરતા જોઈ, વિદ્યા સિદ્ધ થઈ એ જોઈ, કે તરત ક્ષમા માગી. રાવણે પણ માફી આપી. નમી પડ્યા પછી મોટા પુરુષોને કલેશ, આગ્રહ કે કષાયની ભાવના રહેતી નથી. ક્ષમાપન કર્યા પછી જાણે કરેલ વિદતનું પ્રાયશ્ચિત કરવાને ઇચ્છતો હોય, તેમ તે ચતુર યક્ષે તે જ સ્થાને શ્રી રાવણને માટે “સ્વયંપ્રભ' નામનું નગર કર્યું. દેવતાઓની શક્તિ અચિંત્ય હોય છે. તેઓ ધાર્યું કામ ઈચ્છાની સાથે નિપજાવી શકે છે. જો કે આથી જરા પણ મુંઝાવાનું નથી. આવી અચિંત્ય શક્તિ ધરાવનારા દેવો પણ વસ્તુતઃ સુખી નથી તેમના શિર ઉપર પણ મરણ તો ઊભું જ હોય છે મોક્ષના અર્થી આત્માઓએ આવી છે અચિંત્ય શક્તિઓથી જરાપણ લેવાઈ જવું જોઈએ નહિ.
ધર્મશૂર બનવા કર્મશૂર બનવું જ જોઇએ ?..૩
પ૯ રાક્ષશવંશ
અને વાનરવંશ