________________
નામકર્મનો વિપાકોદય કેવળજ્ઞાન બાદ થાય છે. કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ, શ્રી વીતરાગ સ્તોત્રમાં સ્તુતિ કરતા કહે છે કે :
"द्वयं विरुद्धं भगवन्, तव नान्यस्य कस्यचित् । निन्थता पर या च, या चोच्चैश्चक्रवर्तिता ॥१॥"
“હે ભગવન્! બેય વિરુદ્ધ વસ્તુ એક આપને જ છે. અન્ય કોઈને નથી કારણકે આપની નિર્ગુન્શતા પણ ઉત્કૃષ્ટ અને ચક્રવર્તિતા પણ ઉક્ટ.'
દુનિયામાં એક પણ એવો ચક્રવર્તી નથી, કે જે આવી સાહેબી ભોગવે. ચાલતાં જમીન પર પગ પણ ન મૂકે, દેવતાઓ સુવર્ણકમળ ગોઠવે. સંખ્યાબંધ ઈંદ્રો અને અસંખ્યાત દેવો આવી આવીને નમે, સેવે કેવો પુણ્યોદય ? પણ પોતે તો વીતરાગ જ. અન્ય પુણ્યશાળી આત્માઓ પણ પુણ્યાનુબંધી પુણ્યથી મળેલા ભોગને હેય માનીને ભોગવે. પુણ્યાનુબંધી પુણ્યવાળાને આસક્તિ જ ઓછી, ખસતાં વાર ન લાગે, નહિ તો શ્રી શાલિભદ્રજી જેવાને માત્ર 'સ્વામી' શબ્દથી વૈરાગ્ય શી રીતે થાય ? આજે તો લાતો મારે તોય નીકળતા નથી. થાકીને ઘેર આવ્યા હોય, અપમાન થાય, છતાંય નીકળવાની ભાવના જાગતી નથી ! શ્રી શાલિભદ્રજીને બત્રીસ સ્ત્રીઓ કેવી હતી ? આજ્ઞાધીન. એક પણ તેમના હદયથી પ્રતિકૂળ નહિ વર્તનારી. સાહાબી કેવી ? પિતા જે દેવ થયા છે તે રોજ નવ્વાણું પેટીઓ મોકલે. અલંકાર નવા, વસ્ત્રો નવા, ભોક્ત દેવતાઈ, કંઈ કમીના હતી ? સાતમી ભૂમિકાથી નીચે પણ ઊતરતા નહિ. માતા પણ કેવી કે પુત્રના સુખને જોઈ ખુશ થાય ! એમ નહિ કે એ આનંદ ભોગવે ને મારે શી પંચાત ? વહીવટ બધો માતા કરે અને ભાઈ સાતમી ભૂમિકાએ લહેર કરે. આવાને ‘સ્વામી' શબ્દ વૈરાગ્ય કરાવ્યો, તેનું કારણ? એક જ કે આસક્તિ ઓછી.
શ્રી ધનાજીની વાત લો. જ્યાં જ્યા ત્યાં ધન તૈયાર કમાતા ધનાજી અને ભાઈઓ ભાગ માંગતા પિતા કહેતા કે શેખાઈ શાની કરો છો ?
ધર્મશર બનવા કર્મશૂર બનવું જ જોઇએ ?..૩
૧ રાક્ષશવંશ
અને વાનરવંશ