________________
સુરસુંદરી ચરિત્ર હે સુભગ! તું જે પુછે છે, તેનું વૃત્તાંત બહુ મોટું છે. અત્યારે એને કંઈ પ્રસંગ નથી, તેમજ તે તરફ લક્ષ રાખવાનું તારે પ્રયોજન નથી. સર્વ આપત્તિઓને દૂર કરવામાં સમર્થ એવા આ મણિને સુખેથી તું ગ્રહણ કર.
ત્યારપછી મેં કહ્યું;
હે સુરોત્તમ! મને ક્યાંથી આપત્તિ આવવાની છે? જેથી તે આપત્તિને દૂર કરવા માટે તમે મને આ મણિ આપે છે?
દેવ બોલ્યા.
હે સુંદર! તારૂં સર્વચરિત્ર પ્રજ્ઞપ્તિ વિદ્યાએ નભેવાહન રાજકુમારની આગળ કહ્યું છે.
પોતાની સ્ત્રીના અપહારથી તે બહુ જ કપાયમાન થયો છે. તેમજ ક્રોધને લીધે જેને અધરોષ્ટ વારંવાર ફરકયા કરે છે.
બહુ વિદ્યાધરોના પરિવારથી વીંટાએલે એ તે નવાહન રાજા તારા વધને માટે પિતાના સ્થાનમાંથી નીકળે છે.
તારી પાછળ ચાલતો ચાલતા હાલમાં તે તારી નજીકમાં આવી પહોંચ્યો છે.
માટે તેનાથી દેહાંત કરનારી એવી મોટી આપત્તિ તને આવી પડશે.