________________
લેખકશ્રીના પૂ ગુરૂદેવશ્રીનું સંક્ષિપ્ત જીવન
ખેડુત બાળ. બહેચર તેનું નામ. વિજાપુર એનું ગામ. શિવાભાઈ પટેલને કુલદિકપક. માતા અંબાબેનનું અમૂલ્ય ૨તન.
ખેતરમાં આંબા ડાળે ઝેળીમાં બાળક સુતું છે. મસ્તક ઉપર ફણા પ્રસરાવીને કાળે ભયંકર સપ ડાળ ઉપર બેઠે છે.
આ ભયંકર દશ્ય જોઈને માતા પિતા ભયભીત અને ચિંતાતુર બની ગયા. લાડકડા લાલની ક્ષેમકુશળતા માટે પરમકૃપાળુ પરમાત્માને અન્તરના ખરા ભાવપૂર્વક પ્રાર્થના કરી. પ્રાર્થનાને ચમત્કાર થયો. સર્ષ ત્યાંથી સરકી ગયો.
માતાએ વહાલભર્યું ચુંબન કર્યું. હૈયાસરસો ચાંખ્યો અને લાડલા લાલને હૈિયાના વહાલથી નવરાવી દીધું.
ખેતરો અને કેતરાને ખુંદત, વૃક્ષોની ઝાડીઓમાં વનરાજની જેમ ઘૂમતે એ નિડરતા અને શૌર્યના પાઠ ભણ્યા.
તે સમયની ધૂળીયા નિશાળમાં વડલાને વૃક્ષના પ્રાકૃતિક વાતાવરણમાં પાટી, પિથી અને પેન વગર સંસ્કારમૂર્તિ શિક્ષક પાસે સદાચારના લેશન ભણી સંસ્કારી બન્યો.
ત્યાગમૂર્તિ પૂ. ગુરુદેવ શ્રી રવિસાગરજી મ. સા. અને પૂ. શ્રી સુખસાગરજી મ. સા. નગરની બહાર ભૂમિ નીસર્યા છે. યમના દૂત જેવી બે ભેસે મહાભારત શા યુદ્ધે ચડી. સહુના મુખમાંથી હદય ભેદક કારમી ચી નીકળી પડી. જીવ દરેકના અદ્ધર થઇ ગયા.