________________
* ૧૦ ચરિત્ર, શનિ-સ્તુતિ-ટીકા વગેરે તેમજ અનેક પ્રાચીન સંસ્કૃત પ્રાકૃત ચરિત્ર ગ્રંથનું ગુર્જર ભાષામાં ભાષાંતર કર્યુંકુમારપાલ મૂપાલ-ચરિત્ર, સુરસુંદરી ચરિત્ર, સુપાર્શ્વ. નાથ-ચરિત્ર ભીમસેન–ચરિત્ર તેમજ ગીતા પ્રભાકર, ગીતરત્નાકર, કાવ્ય-સુધાકર વગેરે ગ્રન્થ તેમજ સંવેધછત્રીસી તાવિક આગમ દહન ગ્રન્થનું આલેખન કરી મહાન જિન–શાસન પ્રભાવના અને સેવા કરી.
અમદાવાદ, સુરત, મુંબઈ, પાટણ, રાધનપુર, વિજાપુર, સાણંદ, પ્રાંતિજ, વડાલી, ઈડર, પાલનપુર, મહેસાણા ઊંઝા, પાલીતાણા, જામનગર, પેથાપુર, માણસા વગેરે અનેક શહેર અને ગામોમાં પ્રાભાવિક ચાતુર્માસ કરી અનેક ભવ્ય જીને ધર્મ સન્મુખ કર્યા.
વિ. સં. ૧૯૮૦ મહા સુદ ૧૫ ના શુભ દિને પ્રાંતિજ મુકામે મહાન શાસન પ્રભાવના પૂર્વક વિદ્વદ્વર્ય પન્યાસ પ્રવર શ્રી અજિતસાગરજી ગણિવર શ્રી પૂચ પાદ યોગ નિષ્ઠ ધુરંધર આચાર્ય ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મ. સા. ના શુભ હસ્તે પંચપરમેષ્ઠીના તૃતીય પદે બીરાજમાન થયા. આચાર્ય પદે અલંકૃત થયા.
વિ. સં. ૧૯૮૫ આસો સુદ ૩ ના દિને એકાએક મહાન શાસન પ્રભાવક આચાર્ય શ્રીમદ્દ અજિતસાગર સૂરીશ્વરજી મ. સા. કાળધર્મ પામ્યા. આતમ–પંખી નશ્વર દેહ-પીજરને છોડીને અનન્તની મુસાફરીએ ઉડી ગયું.
સુમન મુરઝાઈ ગયું, સૌરભ પ્રસરી રહી. શાસન પ્રભાવક સુરીશ્વરજી મહારાજના ચરણ કમલમાં કોટી કોટી વંદનાવલી.
ચરણરજ સુમન