________________
તિતિક્ષા, કર્મ, ઉદ્યમ, સત્ય, શીલ, શ્રદ્ધા, સમભાવ વગેરે સાર્વજનીન સિદ્ધાંતનું પરિશીલન છે.
ગ્રન્થ નિર્દિષ્ટ પરમ ઉપકારક સિદ્ધાંતનું વિસ્તૃત વિવેચન કરી જિજ્ઞાસુ વર્ગને અહીં જ સ્થિર કરી તેમની ગ્રન્થ વાંચનની અભિલાષારૂપ રસની ક્ષતિ કરવી ઉચિત નહિ માનતા અહિં વિરમું છું.
અને, સહુ કેઈ ભવ્ય પ્રાણી આ ગ્રન્થનું પુનઃ પુનઃ વાચન કરી અસત્ તોથી વિરામ પામે, કર્મ મલથી અશુદ્ધ બનેલાં સ્વત્વને સદાચારથી સવિશુદ્ધ બનાવી, અક્ષય પદના સ્વામી બનવા, સંસારના ઊંડા અંધારેથી મુક્તિના પરમ પ્રકાશને પ્રાપ્ત કરે, એજ શુભાભિલાષા.
–મને હરકીતિ સાગર સૂરિ માગશર સુદ ૬ २०४३ શ્રી કુલિંગ પાર્શ્વનાથ જૈન તીર્થ વિજાપુર.