________________
સત્ય, અચૌર્ય વગેરે શાસ્ત્રોક્ત અનેક સદાચારના ફળરૂપે એકાંતે આત્મ હિતકારક કલ્યાણકારી પરિણામોની તાદશ્ય ઝાંખી થાય છે.
અસત્ તો અને સત્તા ઉપર સમ્યગૂ શ્રદ્ધા પ્રગટે છે, ત્યારે તે અસત્ તોથી પકડમાંથી મુક્ત થવા આતમ-પંખી તીવ્ર ઝંખના સેવે છે અને સંતોની પ્રાપ્તિ માટે ભવ્યાત્માઓની આંતર ભાવના સવિશેષ જાગૃત બને છે. જ્યારે આંતર ભાવના પૂર્ણ સ્વરૂપે વિકસે છે, ત્યારે જીવ શીવને સિદ્ધિ પદને કામી બને છે. | મુક્તિ-પદને કામુક ભવ્યાત્મા જીવ તત્ત્વ, અજીવ તવાદિ તત્તના સમ્યગૂ-જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા જીવ માત્ર પર અનન્તાનન્ત ઉપકાર કરવા સમર્થ બને છે. અને અન્ય અનેક જીવોને પણ સમ્યફ-જ્ઞાનનું પ્રદાન કરી અનન્તાન્ત ઉપકાર કરવા સમથત કરે છે.
આ પ્રમાણે ઉપકારરૂપ વેલની જડ જે કઈ પણ હોય તો તે પરમતારક દેવાધિદેવ શ્રી તીર્થંકર પરમાત્મા જ છે.
પ્રસ્તુત “સુરસુંદરી-ચરિત્ર' ગ્રન્થ ષસથી પરિપૂર્ણ ઉત્તમચરિત્ર ગ્રન્થ છે, એટલું જ નહિ, પરંતુ આત્મતત્ત્વની પ્રાપ્તિ અર્થે ભવ નિર્વેદકારક અનેક આત્મગુણ પોષક અને દુર્ગુણશેષક ભાવ પ્રચુર ગ્રન્થ છે.
આ ગ્રન્થના પૃષ્ટ પૃષ્ટ અને પંક્તિએ પંક્તિએ નીતિ, ન્યાય, પરોપકાર, સેવા, સદાચાર, ક્ષમા, તપ,