________________
શીતલ થઈ ગયું. જરા મનમાં વિચાર ન હોય કે ભેજન ઠરી જશે ?”
ત્યારે મધુરાજાએ કહ્યું કે, “કમલ સમાન નેત્રવાળી ચંદ્રભા ! પરસ્ત્રી ઉપર કઈ પુરૂષે બળાત્કાર કરેલે તે સંબંધી ન્યાય ચલાવતાં ચલાવતાં આટલે વખત થઈ ગયે; હજી અડધે ન્યાય થયે હતું ત્યાં તે ભેજન વાતે તેડાવ્યો તેથી તે ન્યાય અધુરે મૂકી, વાદી પ્રતિવાદી જનેને ત્યાં બેસાડી હું ભજન વાસ્તે અહિંયા આવ્યો છું.”
હે નારદમુનિ ! ચંદ્રાભાએ વિચાર્યું કે ભેજન તથા વચન અવસર ઉપર સુંદર લાગે છે. માટે મારે બોલવાને આ સમય છે એમ ધારી ચંદ્રાભાએ મધુરાજાને પૂછ્યું કે, સ્વામિન! બળાત્કાર કરી પરસ્ત્રીગમન કરનાર તે પુરૂષ ક્યા દંડને પ્રાપ્ત થશે ?” “ચંદ્ર સમાન દર્શનવાળી દેવી ચંદ્રા! તે જુલમ કરનાર તે પુરૂષનું સર્વસ્વ હરણ કરી લઈશ, તથા મસ્તકનું મુંડન કરાવી રાસભા ઉપર બેસાડી તેને આખા નગરમાં ફેરવીશ અથવા તે કરતાં વધારે અન્યાય હશે તે તે પુરૂષનું લિંગ છેદન થશે. હે સુંદરી ! પરસ્ત્રીગમન કરવામાં લંપટ થયેલે પુરૂષ આવી ઉગ્રશિક્ષાનું પાત્ર થાય છે. મહા અન્યાય કરનાર પુરૂષોને જે શિક્ષા ન કરે તે ઉલટે રાજા તે પાપથી લેપાય છે તથા જગતની સર્વ મર્યાદાઓ તૂટી જાય, માટે બંને જાળવવા માટે રાજાએ યોગ્યતા પ્રમાણે પુરૂષોને તથા સ્ત્રીઓને શિક્ષા કરવી....!
ચંદ્રસમાન હાસ્ય કરનારી ચંદ્રામા જરા હસી મધુરાજાને કહે છે કે, “સ્વામિન્ ! નીતિશાસ્ત્ર પ્રમાણે તમારે