________________
સમયે પૂર્ણ ચંદ્રસમાન આનનવાળી ચંદ્રાભા શૃંગાર સજી હાથમાં પંખે લઈ મધુરાજાની સેવામાં હાજર થઈભોજન કરતા મધુરાજા ચંદ્રસમાન દષ્ટિને શીતલ કરનારી ચંદ્રાભાને જેઈ કામવશ થયે. તેમાં જ ચિત્ત આસક્ત થવાથી મધુરાજાને મધુર વસ્તુના સ્વાદની ખબર પડી નહીં તથા ખારી તીખી ખાટી વસ્તુનું પણ પોતાને ભાન ન રહ્યું. ભજન કરી ઉઠેલા મધુરાજાને તેજ સમયે ચંદ્રાભાને ગ્રહણ કરવાની ઈચ્છા થઈ પણ નીતિમાં નિપુણ મંત્રિજોએ તે અતિનિદિત કર્મ કરવા દીધું નહીં. તે પછી કનકપ્રભ રાજાએ વિવિધ ઉપહારેથી મધુરાજાને સંતુષ્ટ કર્યો. મધુરાજા ત્યાંથી આગળ ચાલી પલ્લીપતિ ભીમરાજાને જીતી ત્યાંથી પાછો વળી પુનઃ વટપુરમાં આવ્યું ત્યારે કનકપ્રભ રાજાએ સ્વાદયુક્ત વિવિધ ભજનથી ભજન કરાવી અતિ ઉત્તમ અધાદિક વસ્તુ આદિથી મધુરાજાને સંતષિત કર્યો. કનકપ્રભ રાજાએ આટલી સેવા કરી છતાં પણ ચંદ્રાભામાંજ આસક્ત થયેલે મધુરાજા તે સ્ત્રી વિના સંતોષ ન પામે અને છેવટે મધુરાજાએ કનકપ્રભ રાજાની આગળ ચંદ્રાભાની માગણી કરી. કનકપ્રભ રાજાએ કહ્યું કે, મહારાજ ! હું તમારે સેવક હોવાથી આવી માગણી કરવી તમને ઘટતી નથી, અશ્વ, ગજ, ગામડાં, નગર ઇત્યાદિક જે મારૂં છે તે સર્વે તમારૂં જ છે એમાં સંશય નથી, પણ સેવકની સ્ત્રીની માગણી કરવી તે સ્વામીને
ગ્ય નથી અને સ્વામીની તે માગણી પુરી પાડવી તે સેવકજનને રેગ્ય નથી. કનકપ્રભ રાજાએ આટલું કહ્યાં છતાં પણ મધુરાજા આખરે બળાત્કારથી ચંદ્રભાને ઉપાડી ચાલતો