________________
હe લઘુ કર્મવાળા થયેલા, અગ્નિભૂતિ અને વાયુભૂતિ અંતે મૃત્યુ પામી પ્રથમ સ્વર્ગમાં છ ૫૯પમ આયુષ્યવાળા દેવ થયા ત્યારપછી તે બે દેવ પિતાનું આયુષ્ય પૂર્ણ થતાં પ્રથમ દેવ લેકમાંથી ઍવી હસ્તિનાગપુરમાં અહંદદાસ નામે વણિકના પૂર્ણભદ્ર અને માણિભદ્ર નામના પુત્ર થયા તે ભવમાં પણ જૈન ધર્મમાં પરાયણ થયા, ધર્મ કાર્યમાં પ્રીતિવાળા થયા તથા મહાવૈભવવાળા, અને વિદ્યા મેળવનાર, પરસ્પર પ્રીતિ રાખનારા, પિતાની ભક્તિ કરનારા, શુદ્ધ અંત:કરણવાળા, શ્રાવકના એકવીશ ગુણોથી સંપન્ન, અને જૈન શાસ્ત્રના રહસ્યના જાણ થયા.
એક દિવસે હસ્તિનાપુરની બહાર રહેલા ઉદ્યાનમાં આવેલા મહેન્દ્ર મુનિને સાંભળી, ભક્તિથી આદ્રચિત્તવાળા પૂર્ણભદ્ર તથા માણિભદ્ર રથમાં બેસી વાંચવા માટે ચાલ્યા. ચાલતાં ચાલતાં માર્ગમાં એક ચાંડાલને તથા એક શુનીને (કુતરીને) જોઈ તે બેઉ ઉપર તે બનેનો પરમ પ્રેમ થ. તે વિષે મનમાં વિસ્મય પામતા પામતા મુનિની આગળ જઈ ત્રણ પ્રદક્ષિણા કરી, મુનિને નમ્યા. મુનિએ સુધાસમાન મધુર ભાષા વડે કહેલા ધર્મને ભક્તિપૂર્વક સાંભળી, અતિ આનંદ પામ્યા. ધર્મ સાંભળી રાજાદિક સર્વ લેકે ગયા. પછી એકાંત સ્થળમાં બેઠેલા મુનિને પ્રણામ કરી પૂર્ણભદ્ર તથા માણિભદ્રે પૂછયું કે, મુનિમહારાજ આપને વાંદવા માટે આવતા હતા, ત્યારે રસ્તામાં એક ચાંડાલને તથા એક શુનીને (કુતરીને) જોઈ તે બે ઉપર અમારે અનુપમ પ્રેમ થયે તેનું કારણ શું? કારણ, એ બે નિદિત જાતિમાં છે