________________
આબરૂ લીધી છે માટે આપણે આજે રાત્રિમાં તેનું વેર લેવું. એમ સંકેત કરી હાથમાં ખડગ લઈ બે ભાઈઓ ઉદ્યાન આગળ આવ્યા. ત્યારે તે ઉદ્યાનના પાલક સુમનસ નામના ચક્ષે તે બંનેને સ્વવિદ્યાના પ્રાબલ્યથી કાષ્ઠના પુતળાની પેઠે થંભાવી રાખ્યા. પ્રાતઃકાલમાં આવેલા તેના માતાપિતાએ તથા અન્ય લોકેએ તેવી દશાને પામેલા દુષ્ટબુદ્ધિવાળા, અગ્નિભૂતિ વાયુભૂતિને જોયા. ત્યારે પિતાના પુત્રની આ દશા જેઈ રૂદન કરતા તથા વિલાપ કરતા તેના માતાપિતાએ યક્ષને પ્રણામપૂર્વક પ્રાર્થના કરી કહ્યું કે, “આ અમારા બે પુત્રને છોડી મૂકો.” યક્ષે કહ્યું કે, “દુષ્ટબુદ્ધિ આ બે જણે હાથમાં તરવાર લઈ મુનિને ખાસ મારવા માટે જ આવેલા તેથી જ મેં અહિંયા થંભાવી રાખ્યા છે. તે હવે તે દુમતીને હું કદાપિ છોડું તેમ નથી; તે પણ તમે તેને છોડાવવા આગ્રહ કરે છે તેથી હું કહું છું કે જે આ બે જણ સાધુ ધર્મ અંગીકાર કરે તે તેમને છોડી દઉં, નહીં તે વાત જ કરજે માં.” ત્યારે તેના માતાપિતાએ કહ્યું કે, “યક્ષરાજ ! આના જેવા મંદ પ્રાણીઓએ તે સાધુધર્મ પાળ બહુ જ સુદુષ્કર છે તેથી આ બેને શ્રાદ્ધધર્મ ગ્રહણ કરાવી છેડી મૂકે.” આમ કહી પિતાના બે પુત્રને શ્રાદ્ધધર્મ અંગીકાર કરાવ્યું, ત્યારે યક્ષે તેને છોડી મૂક્યા. સીમંધર પ્રભુ નારદને કહે છે કે, “તે દિવસથી અગ્નિભૂતિએ અને વાયુભૂતિએ રાત્રીજન તથા કંદમૂલાદિક તજી દીધું. તે બંનેના માતાપિતા ગુરૂ કમી હોવાથી અહદ્ધર્મ અંગીકાર ન કર્યો, અર્હદ્ધર્મ. આરાધવાથી તથા અશેષ જતુઓને ખમાવવાથી