________________
૭૭
વિશ્વાસ ન આવતું હોય તે તમે તેને અહિંયા તેડી લાવે. મારા કહેવાથી તે ખેડુત મૂકત્વ છેડી બોલશે.”
આશ્ચર્યજનક આ વાત સાંભળી વિસ્મય પામેલા લેકે તે ખેડૂતને ઘેર જઈ તે મૂંગા ખેડુતને લઈ મુનિરાજની આગળ આવ્યા; સત્ય નામના વ્યષિએ ખેડુતને કહ્યું કે, “તું મૌન વ્રત છેડી, આ લેકોને વિશ્વાસકારક, પૂર્વજન્મનું તારૂં વૃત્તાંત કહી સંભળાવ; તું તારા મનમાં ધારતે હઈશ કે પૂર્વનાં વ્યવહાર કરતાં સાંપ્રતકાળમાં થયેલે માતાપિતાદિકનો વ્યવહાર અતિ વિપરીત હોવાથી હું બેલીશ નહીં, પણ અજ્ઞાનને લીધે સંસારમાં ભ્રમણ કરતા પુરૂષોને અનેકવાર પિતા પુત્ર થાય છે, માતા પુત્રની વહુ થાય છે, પુત્રની વહુ માતા થાય છે, એમ જ આ સંસાર ચક્રનું ભ્રમણ થયાં જ , કરે છે. માટે વૈરાગ્યવાળા પુરૂષોએ આ વાતમાં કશે પણ વિમય ન કરે.” આવાં મુનિનાં વચન શ્રવણ કરી ખેડુતે મૌનવ્રત છોડી દઈ પૂર્વભવ સંબંધી સર્વ વૃત્તાંત કહી બતાવ્યું.
સર્વે લેકે આ આશ્ચર્ય જોઈ આનંદ પામી પરમ વૈરાગ્યને પામ્યા. હે નારદ ! આમ પ્રત્યક્ષ તે સંબંધ જોવામાં આવે છે કે પુરૂષ વૈરાગ્યને ન પામે? કેટલાક લોકેએ તે સમયે દીક્ષા લીધી, કેટલાક લોકોએ બાર વ્રત ગ્રહણ કર્યા, અને કેટલાએક લેકે નિરતિચાર સમ્યકત્વ પાળવા લાગ્યા. તે ખેડુતે પણ તે જ સમયે દીક્ષા ગ્રહણ કરી. ત્યાર પછી લોકોએ મશ્કરી કરતા તથા હાંસી કરાતા તે બે બ્રાહ્મણે ત્યાંથી ઉઠી પિતાને ઘેર આવ્યા. પછી તે બંનેએ વિચાર કર્યો કે એ મુનિએ આપની ભરી સભામાં