________________
$3
પ્રેરણા કરાયેલા નારદમુનિ વિદાય થયા. નારદમુનિ પ્રાણવિદેહ ક્ષેત્રમાં સમવસરેલા સીમધર પ્રભુની આગળ આવી ત્રણ પ્રદક્ષિણા કરી જગતગુરૂને પ્રણામ કર્યાં. દેશના અપાઈ રહ્યા પછી ચેાગ્ય સમયે નારદમુનિએ સીમધર પ્રભુને પૂછ્યું કે, હે સ્વામિન્ ! કૃષ્ણની રૂકિમણીનેા પ્રદ્યુમ્ન નામે પુત્ર કાં છે તે આપ કૃપા કરી કહેા. ત્યારે સીમંધર પ્રભુ મેલ્યા કે, તે પુણ્યશાળી પુત્રના પૂર્વ ભવના કાગે જે હકીકત બની તે સ` કહું છું તે સાંભળે.
પ્રદ્યુમ્નના પૂર્વ જન્મના વૈરી નીચ કૃત્ય કરનાર ધૂમકેતુ, રૂકિમણીને વેષ પહેરી ત્યાં આવી કૃષ્ણુના હાથમાંથી તે બાળકને લઈ વૈતાઢય પર્યંત ઉપર ગયા, અને નિય ધૂમકેતુએ મારી નાખવાની ઇચ્છાથી તે બાળકને શિલા ઉપર મૂકી દીધા પણ એ બાળકના આ દેહ છેલ્લો હોવાથી તેને કોઈ પણ મારી શકે તેમ ન હતું. જે પ્રાણિનું આયુષ્ય પ્રબલ છે તે પ્રાણીના પરાભવ કરવા માટે વિષ, શસ્ત્ર, અભૂક્ષા તથા પિપાસા ઈત્યાદિક સમથ થતાં નથી. ત્યાર પછી પ્રાતઃકાલમાં ફરવા નીકળેલા કાલસવર નામના રાજાએ તે બાળ જોયા અને પોતે લઈ લીધો. મેઘકૂટ નામે મોટા નગરમાં જઈ તેણે પેાતાની પત્નીને અર્પણ કર્યો. તે રાજાની કનકમાલા નામની સ્ત્રી પુત્ર વગરની હાવાથી તે બાળકને સ્વપુત્રવત્ પાલનપોષણ કરે છે. બાળક પણ ત્યાં સુખી છે, કાઈ જાતની ચિંતા નથી. ત્યાર પછી સર્વાં સ ંદેહ રૂપ અંધકાર સમૂહને નાશ કરવામાં સૂર્ય સમાન, તીથ પ્રવર્તક, કેવલજ્ઞાનને લીધે નિખિલ વસ્તુને જાણનાર શ્રી સીમંધર