________________
કર્યો હતો કે, આજ પુત્રના જન્મદિવસે હું જાઉં તેથી મને આજે અતિ સ્વાદિષ્ટ મિષ્ટાન્ન મળશે. એમ ધારી આવ્યો, ત્યાં તે મારા નસીબ જોગે આ તારી સભામાં મને શેક સુલભ મળ્યો. માટે હે રાજન હર્ષને બદલે શોક થવાનું કારણ શું છે તે સત્વર કહે.
કૃષ્ણ નારદને આદિથી અંત સુધી સર્વ હકીકત કહી બતાવી.
ત્યારે નારદમુનિ બેલ્યા, આ વાતનો ઉત્તર જે જ્ઞાની હેય તે આપી શકે. તેવા મહા જ્ઞાની, કાલત્રયવેત્તા પુરૂષમાં અગ્રેસર અતિમુક્તક નામના ઋષિ હતા પણ તે કષિ કેવલજ્ઞાન પામી હમણું જ મોક્ષે ગયા, તેથી હવે આ ભરતખંડમાં તે જ્ઞાની હાલમાં બીજે કઈ પણ નથી, કે જેને જઈ પૂછું. પણ પ્રાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી છે માટે ત્યાં જઈ રુકિમણના પુત્ર સંબંધી વાતચીત પૂછું. કૃષ્ણ ! રુકિમણ મારી અતિ ભક્ત છે અને તે રૂકિમણી તમને મેંજ આપી છે. માટે હું ત્યાં જઈને શેધ કરી સર્વ ખબર લાવીશ, માટે તમે જરાપણ દિલગીર ન થાઓ. - હિંમત આપનાર તથા શેકનાશક આવાં નારદના વચન સાંભળી હર્ષિત થયેલા કૃષ્ણ તથા યાદ કરજેડી મુનિની પ્રશંસા કરે છે કે, અમારા કુલ સંબંધી દરેક કાર્યની સિદ્ધિ કરવા આપ જ સમર્થ છે, તથા ઈતરજનથી દુઃસાધ્ય સર્વ કાર્ય આપ જ કરે છે. અમે સર્વ જાણીએ છીએ કે આ કાર્ય પણ આપ જ કરશે અને તમે તમારા યશ દિગ વિભાગમાં પ્રખ્યાત કરશે ઇત્યાદિક વચનો વડે