________________
આવે વખતે તાશમાં દયાનું એક બિંદુ પણ કેમ દેખાતું નથી? ખરેખર તું નિર્દય જ છે.
આવી રીતે દીર્ઘ સ્વરથી રૂદન કરતી રુકિમણીને જોઈ બીજા પુરૂષો પણ રૂદન કરવા લાગ્યા. સર્વના અંતઃકરણે છેક સાગરમાં મગ્ન થઈ ગયાં. કૃષ્ણ મહારાજે બાળકની તપાસ કરવા માટે અનેક અનુચરને મોકલ્યા. તે સર્વે અનુચરે દરેક સ્થળે શોધ કરતાં ક્યાંય પણ પત્તો ન મળવાથી પાછા આવ્યા. એક સત્યભામા સિવાય, શોકાતુર થયેલા સર્વે લેકેને ઉઠવું, બેસવું, ચાલવું, સુવું, ખાવું, પીવું, રમવું, હસવું, ઈત્યાદિ કેઈપણ ક્રિયાઓમાં ચેન પડતું ન હતું. પુત્રનાં જન્મ સમયે રાજ્ય હર્ષકારક થયું હતું અને તે જ રાજ્ય આવે વખતે શેકકારક થઈ પડ્યું.
કવિ કહે છે કે, ભવ્ય જી! આગળના વેગી પુરૂષ સંસારની આવી જ દુઃખમય સ્થિતિની હૃદયમાં ભાવના કરી તે જ ક્ષણે પરમ વૈરાગ્ય દશાને પામ્યાં છે.
શકાતુર થઈ સભામાં બેઠેલા કૃષ્ણને સમુદ્રવિજ્યાદિક યાદવે ખિન્ન થઈ વીંટી બેસી ગયા. જે સભામાં ગાયનધ્વનિ તથા મૃદંગધ્વનિ સંભળાતે હતા તે જ સભામાં આ સમયે પ્રારબ્ધના ગે એક શેકધ્વનિ ગાજી રહ્યો. આવા શોકસમયમાં, ફરતાં ફરતાં નારદમુનિ આવ્યા. શોકાતુર બની સભામાં બેઠેલા કૃષ્ણને જોઈ મુનિ પૂછે છે કે, હું રાજન ! હર્ષનું કારણ છતાં શેક કેમ? મેં સાંભળેલું છે કે કૃષ્ણ મહારાજની સ્ત્રી રુકિમણને પુત્રને જન્મ થયે છે એમ સાંભળી તારી સભામાં આવ્યો છું. મેં મનમાં વિચાર