________________
હ૪ પ્રભુને પુનઃ પૂછવાની નારદમુનિને ઉત્કંઠા થઈ કારણ અતિ સ્વચ્છ દર્પણને પામી ક માણસ તેમાં સ્વમુખ ન જુએ? ચિતામણિ પિતાના ઘરમાં આવવાથી કે માણસ સુધા સહન કરે? ગંગા નદીને પ્રાપ્ત થઈ તૃષાતુર થયેલ કે માણસ તે જલપાન ન કરે? તેમજ કેવલજ્ઞાનીને સમાગમ કરનાર કયે પુરૂષ સ્વસંદેહને ન ભાગે.
હે શ્રેણિક રાજન્ ! પુનઃ આ સમાગમ ક્યાં મળશે એમ વિચારી નારદે પૂછ્યું કે સ્વામિન્ ! પૂર્વ જન્મમાં રુકિમણીના પુત્ર સાથે ધૂમકેતુનું વૈર થવાનું કારણ શું હતું વિગેરે સર્વ હકીક્ત આપ સવિસ્તર કહે.
પ્રદ્યુમ્નને અને ધૂમકેતુને પૂર્વભવ ત્યારે સીમંધર સ્વામી મધુર વાણુ વડે કહેવા લાગ્યા, હે નારદ ! ગત જન્મમાં ધૂમકેતુને પ્રદ્યુમ્ન સાથે વૈર થવાના કારણમાં સર્વ વૃત્તાંત સાંભળ. જંબુદ્વીપમાં આવેલા ભરત ક્ષેત્રને વિષે મગધ નામના દેશમાં શાલિગ્રામ નામે એક ગામ છે તે ગામની બહાર અનેક જાતિના વૃક્ષોની શ્રેણીથી વિરાછત મનને આનંદકારક મરમ નામે એક ઉદ્યાન છે, તે ઉદ્યાનને અધિષ્ઠાતા, સાધુ લેકેની ભક્તિ કરનાર તથા તેઓના ઉપદેશથી સમ્યકત્વ ધારણ કરનાર તથા ઉદાર મન રાખનાર સુમનસ નામે યક્ષ હતો. તે ગામમાં વેદ ભણેલે તથા પ્રખ્યાત એમદેવ નામે બ્રાહ્મણ રહેલું હતું. તેની અગ્નિલા નામની સ્ત્રી હતી અને અગ્નિભૂતિ તથા વાયુભૂતિ નામના બે પુત્ર હતા. બંને જણા સ્વવિદ્યાના