________________
ફળ આપનાર, દેવતાઓમાં અધમ, ધૂમકેતુ પિતાનું વેર વાળવા માટે રૂકિમણીને વેશ લઈ કૃષ્ણની આગળ આવ્યા. કૃણે તે ક્ષણવાર રમાડી રૂકિમણીરૂપ બનેલા ધૂમકેતુના હાથમાં સેંપી દીધો. તે દેવ તે પુત્રને લઈ તે જ તક્ષણે અંતહિત થઈ ગયો અને ભૂમંડલના આભરણ રૂપ, અનેક વિશાળ શિલાઓથી ભૂષિત, વૈતાદ્ય પર્વત ઉપર રહેલા ઉદ્યાનમાં ગયો. ત્યાં જઈ તેણે વિચાર કર્યો કે, આ બાળકને મારી નાખ્યું. વળી વિચાર થયો કે, એકદમ આ બાળક મરી જશે, તે મારું ખરૂં વૈર નહી વળે, માટે ક્ષુધા તૃષાથી આકુળ વ્યાકુળ થયેલ તથા અત્યંત રૂદન કરતે, આ મારો વૈરી બાળક, ઘણુ વખત સુધી દુઃખી થઈ થઈને મરે તેમ હું કરૂં, અને એમ કરવાથી જ વૈરને બદલે વળશે. આમ વિચારી નિર્દય તે ધૂમકેતુ, નિર્ધન પુરૂષ પિતાના નિધિને મૂકે તેમ તે બાળકને એક શિલા ઉપર મૂકી ચાલતે થયો. પણ જેનું આયુષ્ય પ્રબલ છે તે જીવ કેમ મૃત્યુ પામે? કવિ કહે છે કે, જેમ આકડાના રૂને પવન ઉચે નીચે લઈ જાય છે, તેમ જીવ પિતાના કમરને લીધે જ ઉંચી નીચી દશાને પામે છે. તેમજ આ બાળકના લઘુ કર્મ હોવાથી આજ ભવમાં મેક્ષે જવાનું છે તેથી તે બાળક મૃત્યુ ન પામતાં ઉલટું તેને શુભ ભાગ્યને લીધે જે બન્યું તે સાંભળે.
તે જ વૈતાઢય પર્વત ઉપર રહેલા મેઘકુટ નામે નગરમાં વિદ્યાધરેને અધિપતિ કાલસંવર નામે રાજા વિમાનમાં બેસી કીડા કરવા માટે નીકળેલે, ચાલતાં તેનું વિમાન તે બાળકની ઉપર આવતાં ખલિત થઈ અચલ (પર્વત) સમાન અચલ