________________
પુત્ર જન્મ જ હતું. આટલું છતાં પણ સત્યભામાની દાસીઓને રુકિમણીની દાસીઓ કરતાં ઓછું મળ્યું, માટે પ્રાણીઓ પુરૂષાર્થ ગમે તેટલે કરે પણ દ્રવિણદિક તે ભાગ્ય પ્રમાણે જ મળે છે. મેઘ પિતે દાતા છે, ચાતક પક્ષી પોતે યાચક છે. શ્રાવણ માસ છે, છતાં પણ તૃષાતુર થએલા ચાતક પક્ષીને એક પણ જળબિંદુ મળતું નથી એ કેવી ભાગ્યની ખૂબી? માટે જગતમાં ભાગ્યની જ બલિહારી છે. - શ્રી દ્વારિકાધિપતિ કૃષ્ણ મહારાજે તે સમયે કેટલાએક કેદિ લેકોને છોડી મૂક્યા, તથા સમગ્ર દ્વારિકા નગરીને ધજા પતાકાઓ વડે અલંકૃત કરી. વધામણી માટે આવેલા અસંખ્ય લેકેને સુવર્ણ દાન આપી કૃષ્ણ સંતુષ્ટ કર્યા. અનેક રાજાઓએ મોકલેલા અશ્વ ગજાદિક ભેટ સ્વીકારવા લાગ્યા. નીતિ શાસ્ત્રને જાણનારા કૃણે પિતાના ગામમાં આઠ દિવસ સુધી ઘાણી, ગાડાં જોડવાં, ઈત્યાદિક અધર્મ પ્રવૃત્તિ અટકાવી તથા બીજા કેટલાંક ધાર્મિક કાર્યો કર્યા. હવે રુકિમણને ત્યાં પુત્ર જન્મ પ્રથમ થયું છે, તેથી ચંદ્રમા સમાન નેત્ર શીતલ કરનાર પુત્ર રત્નને જોવા માટે રૂકિમણને ઘેર પ્રથમ કૃષ્ણ ગયા. સખીએ આપેલા સિંહાસન ઉપર બેઠા. સૂર્ય સમાન અતિ તેજસ્વી પુત્ર રૂપ મણિયને જોઈ પિતાના બે હાથમાં લઈ કૃષ્ણ બોલ્યા કે હે ભામિનિ? ક્યારથી આ બાળક મારા ઘરમાં આવેલ છે ત્યારથી આ ઘરની સર્વ દિશાઓ પ્રકાશિત થઈ રહી છે તેથી આ બાળકનું પ્રદ્યુમ્ન એવું નામ પાડું છું, એમ નામ પાડી બાળકને રમાડવા લાગ્યા.
હવે પ્રધુમ્નને પૂર્વ ભવનો વૈરી, ધૂમકેતુની પેઠે અનિષ્ટ