________________
થયું. ચલાવવા માટે ઘણોક યત્ન કર્યો તથાપિ જરા પણ ત્યાંથી ચલિત ન થયું, ત્યારે કાલસંવર વિદ્યારે વિમાન કુંઠિત થવાનું કારણ વિચાર્યું. પણ કંઈ ધ્યાનમાં ન આવ્યું. અતિ ખિન્ન થઈ ગયેલા તે વિદ્યાધરની દષ્ટિ નીચે પડતાં નીચે રહેલ સુંદર એક બાળક જેવામાં આવ્યું. તરત જ તે વિમાન નીચે ઉતારી તેમાંથી નીચે ઉતરી તે વિદ્યાધરે પુણ્ય સમુહની માફક સુખજનક, જેનું વિશાળ ભાલ છે તેવા તે બાળકને પોતાના કર સંપુટમાં ઉપાડી લીધે. નિર્ધન પુરૂષ સુવર્ણાદિકનો નિધિ હાથમાં આવવાથી જેમ અતિ હર્ષ પામે છે તેમજ પુત્ર વગરને કાલસંવર રાજા, રવિબિંબ સમાન તેજસ્વી, પિતાના તેજે કરી દિશાઓને પ્રકાશિત કરતો તે શ્રેષ્ઠ બાળક મળવાથી અતિ હર્ષ પામે. વિદ્યારે તે બાળકને સાથે લઈ વિમાનમાં બેસી પિતાના મેઘકુટ નગરમાં જઈ પુત્ર વગરની પિતાની કનકમાલા નામની પત્નીને તે ભવ્ય બાળક સેંગે. અને રાજાએ ગામમાં એવી વાત ચલાવી કે આટલા દિવસ કનકમાલા ગૂઢ ગર્ભવતી હોવાથી રહેલ ગર્ભ કોઈને જાણવામાં આવતું ન હતો. પણ હવે તે સ્પષ્ટ રીતે તેને ગર્ભ સર્વને જાણવામાં આવ્યું છે અને નવ માસ પૂર્ણ થતાં કનકમાલાને પુત્ર રૂપ રત્નને જન્મ થયે છે. એમ કહી લોકોને સમજાવ્યા અને તે પછી આનંદ પામેલા રાજાએ ગામમાં ઉત્સવ કરાવ્યો. કેટલાક બંદિજનોને છોડી મૂક્યા, આખા ગામમાં આનંદમહોત્સવ થઈ રહ્યો. સૂર્ય સમાન તેજસ્વી હોવાથી રાજાએ લેકમાં પ્રદ્યુમ્ન એવું સાર્થક નામ પ્રસિદ્ધ કર્યું. કવિ કહે છે કે ગુણ ઉપરથી જ