________________
૬૪
વિવાદને નહી છેડતી રૂકિમણી પણ તેમ કે, બલદેવ કૃષ્ણ તથા દુર્યોધન એ ત્રણે જણા સાક્ષી રહેજો, કારણ કે તમેા સત્યવાદી છે.
કહી ખોલી આ વાતમાં
પોતાના મુખમાંથી થુક નીકળે ત્યાં સુધી માટી ખુમે પાડી અકવાદ કરતી તે બે જણી પોતાની મેળે સ્વસ્થાનકે ગઈ. શાસ્ત્રમાં કહ્યું છે કે
-
स्त्रियो मल्लाश्च मेषाश्च कुर्कुटा महिषास्तथा ॥ परस्परं युद्धमाना निवर्तते સ્વતઃહિ ॥ શ્॥ અર્થ :-પરસ્પર યુદ્ધ કરવામાં મગ્ન થયેલા, સ્ત્રીચા, મલ્લા, કુકડાઓ, એકડાએ અને પાડાએ યુદ્ધમાંથી પેાતાની મેળેજ નિવૃત્ત થાય છે. કોઈ ચે અટકાવેલા અટકતા નથી.
ઘણાક દિવસો ગયા પછી એક દિવસે રાત્રિના સુતેલી રૂકિમણીયે સ્વપ્નામાં ઉત્સંગમાં બેઠેલેા સિંહ જોયા. જાગ્રત થઈ તે પછી સુતી નહીં, પાતાના ઘરમાંથી નીકળી કૃષ્ણના ઘરમાં જઈ સુધાસમાન વાણી વડે કૃષ્ણને જગાડી શુભ આસન ઉપર બેસી રૂકિમણીએ સારંગી સમાન મધુર ધ્વની કરી કૃષ્ણની આગળ પોતાનું સ્વપ્નું કહ્યું કે હું સ્વામિન ! હું આજે રમ્ય શયનમાં સુતી હતી ત્યારે મેં સ્વપ્નમાં મારા ઉત્સગ પર બેઠેલા સિંહ જોયો. ત્યારપછી હું તરત જાગી તમારી પાસે આવી તમને જગાડી આ વાત કહી એટલે વખત થયા છે. માટે આપ કહેા કે એ સ્વપ્નનું શું ફળ થશે ? કારણ સ્ત્રીચા કરતાં પુરૂષા વિશેષ જાણનારા હાય છે, માટે આપને હું પૂછું છું.