________________
આમ કહી અતિમુક્તક યતિ રુકિમણીના ઘરમાંથી ઉઠી ચાલ્યા ગયા. તે સઘળી વાત સાંભળી રૂકિમણી આનંદ પામી. ભવિષ્યકાલમાં થનાર પુત્ર રત્નને શ્રવણ કરી કોને પ્રમોદ ન થાય?
અષાઢ માસમાં મેઘ ગર્જના સાંભળી હર્ષિત થયેલી મયુરીની પેઠે, સત્યભામા મુનિનાં વચન સાંભળી હર્ષને લીધે નાચવા લાગી. સત્યભામા પિતાની સખી પાસે કહે છે કે મુનિએ તે મને કહ્યું છે કે તને ચેડા વખતમાં પુત્ર થશે. રુકિમણીએ કહ્યું કે પુત્ર તને થશે એમ મને કહેલું વચન તું કપટથી તારી ઉપર લઈ લે તેથી શું થવાનું? શાસ્ત્રમાં કહેલ છે કે, શકુન, સ્વપ્ન, તથા નિમિત્ત એ જેને થયેલા હોય તેને જ ફળ આપે છે, બીજાને ફળ મળતું નથી. આમ બેલતી બંને કૃષ્ણની સભામાં ગઈ. તે સમયે દુર્યોધન રાજા કૃષ્ણને મળવા માટે આવ્યો હતો. ત્યારે સત્યભામાં દુર્યોધનને કહે છે કે મારે પુત્ર તારી પુત્રીને પતિ થશે. તે પછી રુકિમણ બોલી, હે દુર્યોધન ! મારે પુત્ર તારે જમાઈ થશે.
આમ બંને જણી વારંવાર કહેવા લાગી ત્યારે દુઃસહ મહાસંકટમાં પડેલે દુર્યોધન બરોબર વિચાર કરી બોલ્યો કે તમારા બેમાંથી જેને પ્રથમ પુત્ર થશે તેના પુત્રને હું મારી પુત્રી આપીશ.
મદેન્મત, વિચાર વગરની સત્યભામા બેલી કે, અમારા બંનેમાંથી જેને પુત્ર પ્રથમ વિવાહ યોગ્ય થાય તેના વિવાહમાં, વિવાહ યોગ્ય નહી થયેલા પુત્રવાળીએ પિતાના મસ્તકના કેશ ઉતારી આપવા.