________________
પંચમઃ સ.
રુકિમણ લક્ષ્મી એવા અપર નામને પામી કૃષ્ણની સાથે આનંદમાં દિવસે ગુજારવા લાગી. જેમ વર્ષાઋતુમાં પ્રફુલ્લિત થયેલી વનસ્પતિને દેખી જવાસા નામનું વૃક્ષ તદ્દન શુષ્ક બની જાય છે તેમજ આનંદ પામતી રૂકિમણીને જોઈ સત્યભામા ઈર્ષાને લીધે મૃતઃપ્રાય બની ગઈ
એક દિવસે તિવેત્તા અતિમુક્ત નામના ઋષિ ભિક્ષા માટે રૂકિમણીના ઘર પ્રત્યે આવ્યા. રૂમિણી સહસા આસન ઉપરથી ઉઠી ત્રણ પ્રદક્ષિણા દઈ નમી અતિસુરભિ માદક વહોરાવી પિતાના આત્માને લાભયુક્ત કર્યો. પ્રમુદિત થયેલા તે મુનિને રુકિમણુએ પૂછ્યું કે, મહારાજ ? હું આપને નમ્રતાપૂર્વક પૂછું છું કે મને પુત્ર થશે કે નહિ થાય, અને જે થશે તો કેટલે વખત લાગશે, તે આપ જરા વિચારી કહે.
આ સમાચાર સત્યભામાને જાણ થતાં તરત જ તે પણ રુકિમણુને ત્યાં આવી અને તેણીએ સ્પર્ધાને લીધે મુનિ આગળ તે જ પ્રશ્ન પૂછયે.
રુકિમણીએ વિનયથી મોદક આપેલા તેથી તેની ઉપર પ્રસન્ન થએલા યતિએ રૂકિમણી ઉપર ઉદ્દેશ રાખી કહ્યું કે, ભાગ્યશાળી ઉદાર મનવાળી? મહાપ્રતાપી, પિતા સમાન બલિષ્ઠ પુત્ર તને થોડા વખતમાં થશે અને તે તારે પુત્ર નેમિનાથની પાસે દીક્ષા લઈ થડા વખતમાં મુક્તિ પામશે.