SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્ય થશે તે હું તમારી ઉપર વિશ્વાસ રાખી 'જળપાનને અભિગ્રહ ધરી સદૂભક્તિથી તમારી અહર્નિશ પૂજા કરીશ. આવી રીતના સત્યભામાના વચન સાંભળતાં વેંત જ કૃષ્ણ લતાકુંજમાંથી નીકળી હસતા હસતા સત્યભામાની પાસે આવી ઉભા રહ્યા. આવેલા કૃષ્ણને જોઈ સત્યભામાનું શ્યામ મુખ થઈ ગયું. હરિ બોલ્યા કે પ્રિયા ! આ રૂકિમ. ણીની પૂજા કરવી, આની પાસે વરદાન માગવું, એ તને યુક્ત છે, કારણ, તારા કરતાં રૂપ લાવણ્યમાં રુકિમણું અધિક છે તેથી રૂકિમણું તારે પૂજવા ગ્ય છે, અને હમણું તેં આની પૂજા કરી છે તેના પ્રભાવથી તને વશ થે છું. માટે જલના અભિગ્રહપૂર્વક તારે આની અહર્નિશ પૂજા કરવી. આવા વચન સાંભળી કેપથી આકુલવ્યાકુલ થયેલી સત્યભામા કૃષ્ણને જેમ તેમ બોલવા લાગી. અરે શઠ ! લેક તને ગોપાલ બાલક કહે છે, તે વાત સત્યજ છે. દ્વારિકાના રાજ્યભોક્તા થયા પણ હજી તમારી બાલકની ચેષ્ટા ન ગઈ. ગોવાળના બાળકે દુધ પીને મદેન્મત્ત બને છે એ લેકમાં કહેવત સાચી છે. કપટ કરનારા, મહામૂર્નાધિરાજ કાર્યાકાય નહિ વિચાર કરનારા ગોપાલ બાલકે સ્ત્રીઓના ટેળામાં આવી ઢંગધડા વગર જેમ આવે તેમ બકવાદ ત્યારે કૃષ્ણ હસી બોલ્યા કે સુંદરિ! હું જ્યારે તારે ઘેર આવ્યું હતું ત્યારે તેંજ મને માયામય ઠરાવ્યું હતું, ૧ દર્શન કર્યા પઈજ અપાણી લેવા ૨ દર્શન પછી પણ પીજે.
SR No.022740
Book TitlePradyumna Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnachandragani, Charitravijay, Ashokchandrasuri
PublisherKirti Prakashan
Publication Year1984
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy