________________
પટ તેટલામાં હું ઘેર જઈ રુકિમણીને અહિંયા તેડી આવું છું. આમ કહી કૃષ્ણ તે કેઈ ન જાણે તેમ એક લતાકુંજની અંદર સંતાઈ ગયા.
સત્યભામા રથમાંથી ઉતરી સખી સહિત મંદિરમાં આવી ત્યારે સત્યભામાની કોઈએક પ્રિય સખી પ્રીતીકર વચન બોલી કે, મહારાણી? આપ સ્નાનાદિક ફળપુષ્પાદિકથી આ લક્ષ્મીની પૂજા કરે, કારણ કે જે આની પૂજા કરી વરદાન માગે તે આ મૂર્તિ અભિષ્ટફળ આપે છે. આ વાત દ્વારીકાપુરીના સર્વ લોકોમાં પ્રસિદ્ધ છે. કેટલાક રાજાઓ હાથી ઉપર બેસી, કેટલાએક રથમાં બેસી અને કેટલાએક અતિભક્ત ક્ષત્રિએ તે પગપાળા આ મૂર્તિની પૂજા કરવા આવે છે. યાદવની સ્ત્રીઓ તથા ગામના વેપારીની સ્ત્રીએ તે પૂજનની સામગ્રી ગ્રહણ કરી પૂજન કરવા માટે દરરોજ આવે છે, માટે તમે આ મૂર્તિની પૂજા ભાવપૂર્વક કરે કે જેથી તમારી ઈચ્છા પૂર્ણ થાય.
આવી હિતબેધક, પ્રિય સખીની વાણી શ્રવણ કરી પિતાના વસ્ત્રાભરણાદિક ઉતારી નાખી વાવમાં સ્નાન કરી પુષ્પાદિક લઈ પવિત્ર વ પહેર્યા. મંદીરમાં આવી મૂર્તિની પૂજા કરી કર જોડી પ્રાર્થના કરે છે કે હે જગદંબા ! આપની પાસે હું પ્રાર્થના કરી માગું છું કે મારા સ્વામી કૃષ્ણ મને વશ થાય તેમ આ તમારા ચરણમાં પડેલી ઉપાસિકાને કરે. મારામાં કઈ દિવ્યરૂપ એવું બનાવે કે જેણે કરી, રૂપમાં ઈંદ્રાણ સમાન સુપ્રૌઢા સમાન નવીન યૌવનવાળી રુકિમણુને જીતી લઉં, ઈત્યાદિક મારૂં ધારેલું