________________
૫૬
સ્વાદ આપે છે, સ્વાદમાં ફેરફાર થતા નથી. ભ્રમણ કરવામાં પ્રીત ધરાવનાર ભ્રમર ગમે ત્યાં જાય પણ તેને આનંદ ભાગવવાની ઇચ્છા થાય ત્યારે સને છેડી પ્રમાદ સહિત માલતીમાં આવી અપૂર્વ આનદ ભાગવે છે. હું મનસ્વીનિ ? મારૂ' પણુ તેમજ સમજવું.
આવી રીતે પ્રેમજનક વાણીના સમૂહથી સંતોષ પામેલી ઉદાર મનવાળી તે સત્યભામા ઉઠી પ્રેમસહિત પ્રિય આલાપ પુરઃસર આસન આપી કૃષ્ણને બેસાડી રૂકિમણીના ઉદ્દાહ સંબધી વાતચીત પૂછવા લાગી, પ્રમદાજને પૂછેલી વાતચીત યુવાન પુરૂષાને પ્રેમ આપનારી થાય છે.
ત્યાર પછી કૃષ્ણે વિવાહ સંબંધી સ` હકીકત પ્રેમપૂર્વક કહી સંભળાવી. પ્રેમીજનની વાર્તા પણ પુરૂષોને પ્રેમ આપનારી થઈ પડે છે. આમ વાતચીત કરતાં કરતાં કૃષ્ણ કપટ નિદ્રા કરવા લાગ્યા. વાતવાતમાં કાં ખાતા કૃષ્ણને જોઈ સત્યભામા ખાલી કે હવે મેં જાણ્યું કે, તમને ઘણા દિવસના ઉજાગરા થયા હશે. મને મળવાનું બહાનુ કરી તમે મારે ત્યાં શયન કરવા માટે જ આવેલા છે. તે રૂકિમણી તમને રાત્રિમાં ક્ષણવાર પણ નિદ્રા કરવા દેતી નહિ હોય. કપટનું નિવાસસ્થાન એવા કૃષ્ણ સત્યભામાએ એટલું કહ્યા છતાં ઉત્તરીય વસ્ત્ર પગથી મસ્તક સુધી એઢી સર્વ અવયવ ઢાંકી સૂઈ ગયા અને અત્યંત નસ્કારાં સુકારવા લાગ્યાં. ઘેાર નિદ્રામાં સૂઈ ગયેલા કૃષ્ણને જાણી સત્યભામા પાસે આવી ઉત્તરીય વસ્રની છેડે ખાંધેલ સુગંધી દ્રવ્ય જોઈ આન ંદ પામતી પામતી તેની ગાંઠ છેડી તે વસ્તુ લઈ લીધી. પાણીની