________________
નિર્દયતા રાખવી તે આપ જેવા પ્રમાણિક સતપુરૂષનું કર્તવ્ય નથી. સર્વસ્ત્રીઓ ઉપર સમાન દષ્ટિ, સમાનુભાવ રાખે તે આપ જેવાનું કૃત્ય છે. માટે આપ નિર્દયપણું છોડી મારા વચનથી એક દિવસ પણ સત્યભામાને ઘેર જાઓ. અને પણ તમારી સાથે આવીશ. કારણ કે સત્યભામાં મારી મોટી બહેન છે અને હું તેની નાની બહેન છું તેથી નાની બહેને મેટી બહેનની સેવા કરવી જોઈએ અને તેની આજ્ઞા માનવી જોઈએ. આમ રુકિમણીને આગ્રહ થવાથી કૃષ્ણ કબુલ કર્યું કે જે તે આગ્રહ કરે છે તો હું તેણીને ઘેર જઈશ.
એક દિવસે કૃષ્ણ વિચાર કર્યો કે હું આજે સત્યભામાને ઘેર જઈ સત્યભામાની મશ્કરી કરું, આમ વિચારી કૃષ્ણ ભૂમંડલમાં અપ્સરા સમાન તે રૂકિમણીએ બરાસકસ્તૂરી યુક્ત અતિસુરભિ તાંબુલ ચાવી ભૂમિ ઉપર ઘૂંકી નાખેલ હતું તે ઉચ્છિષ્ટ તાંબુલ લઈ પોતાની પછેડીને છેડે બાંધી સત્યભામાના ગૃહ પ્રત્યે ગયા.
આવેલા કૃષ્ણને જોતાં વેંત જ ઉત્પન્ન થયેલા કેધને લીધે લાલચોળ નેત્ર કરી સત્યભામા બોલી ઉઠી કે, અરે હરિ ? આ તમારૂં ઘર નથી. ભૂલથી આ ઘરમાં આવી ગયા છે, પણ આ ઘર રૂકિમણીનું નથી, માટે સત્વર ત્યાં જાઓ. નવી સ્ત્રીના ઘરમાં જાઓ. હું તે હવે જીર્ણ થઈ ગઈ છું જીર્ણ થયેલ વસ્ત્ર, વનિતા, ભેજનાદિ રૂચિપ્રદ થતાં નથી, તેથી જીર્ણ થયેલી હું તમને આનંદજનક ક્યાંથી થાઉં ?
ત્યારે કૃષ્ણ હસી બેલ્યા કે સુંદરી? આમ ન બેલ કારણ કે સાકર જીર્ણ થયેલી હોય તે પણ અમૃત તુલ્ય