________________
હૃદયમાં હર્ષ પામતા મુનિ કઠિન વચન બેલ્યા કે, સત્યભામા ! સાંભરે છે? જે દિવસે હું આવ્યું હતું તે દિવસે તે વક્ર મુખ કરી મારે તિરસ્કાર કર્યો હતો, તે તે તિરસ્કારનું સપત્ની સંકટરૂપ ફળ તને પ્રાપ્ત થયું. તારી શેક કેવી લઈ આવીને મેં હરિને અર્પણ કરી છે, અને તેણીયે તારા કરતાં પણ અધિક હરિને પ્રેમ કે મેળવ્યું છે, કે જે પ્રેમને લઈ કૃષ્ણ તારા ઘર સામું પણ કઈ દિવસ જેતા નથી. માટે ફરીથી મારું અપમાન કરજે કે જેથી હદયમાં શલ્યની પેઠે જન્મ પર્યત તું સંભારે તેવું તેનું ફળ તને હું બતાવી આપું.
આવી રીતે તે હમેશ નારદમુનિ આવી ક્ષતમાં (શસ્ત્રાદિકથી થયેલા ઘામાં) ક્ષાર સમાન વ્યથાજનક વાક્યોની વૃષ્ટિ કરી જવા લાગ્યા.
એક દિવસે મિથુનના અંતમાં મુદિત થયેલા કૃષ્ણને રુકિમણીએ કહ્યું કે, હે સ્વામિન્ ! રૂપસંપત્તિનું એકજ ધામરૂપ સત્યભામા નામે તમારી સ્ત્રી કેવી છે તે જોવાની મને લાંબા વખતથી ઉત્કંઠા છે માટે આપ મારી ઉપર કૃપા કરી પ્રાતઃકાળમાં મને દેખાડે.
કૃષ્ણ કહ્યું કે જ્યારથી તારી સાથે વિવાહ થયે છે, ત્યારથી હું કોઈ દિવસે પણ શરમને લીધે માનવંતી તેણીને ઘેર ગયે નથી, માટે કેવળ તારામાં જ મારું મન આસક્ત હેવાથી તેણુને ત્યાં હું જઈશ નહીં. ભીષ્મથી ઉત્પન્ન થયેલ છે તે પણ ભીષણ (ભયંકર) નહીં એવી જુમતિવાળી શાંત રુકિમણું બેલી કે નાથ ! પિતાના હૃદયમાં આવી