________________
એક્તી તમે ઉપાડી આવ્યા છે. તેથી અહિયાં પિતા નથી, માતા નથી, ભ્રાતા નથી, પણ જીવિત પયતનું મારું ખરૂં જીવન તે એક પ્રાણપ્રિય તમે જ છો. અને જે પ્રાણપ્રિય આપે છે તે મને સર્વ વસ્તુ છે એમ હું માનું છું. કારણ કે, જેના હાથમાં ચિંતામણિ રત્ન છે તેની પાસે સર્વ વસ્તુ છે, માટે મને સર્વથી અધિક કરે કે જેથી તમારી અન્ય ભાયઓની હું હાસ્ય પાત્ર ન થાઉં.
આવી રીતે પોતાની પત્નીનું વચન શ્રવણ કરી કૃષ્ણ હાસ્યપૂર્વક મધુર વચન કહ્યું કે પ્રિયા ! તું તારા મનમાં જરા પણ ચિંતા ન કર, બેફિકર રહે, તને હું સર્વ સ્ત્રી કરતાં અધિક કરીશ. આમ મધુર વચનથી શાંત કરી. એક દિવસે તિર્વિદ્ પુરૂષને બોલાવી કૃષ્ણ પૂછયું કે આપ સર્વ મળી દ્વારિકામાં પ્રવેશ કરવાનું શુભ મુહૂર્ત જોઈ કહે.
તિસ્તાઓએ શુભગ્રહના બલસંપન્ન શુભ લગ્ન આપ્યું. ત્યારે તેજ લગ્ન સમયે દેવકી વડે કરાયું છે મંગલ એવા કૃષ્ણ મહારાજે દ્વારિકામાં પ્રવેશ કર્યો. દ્વારિકામાં પ્રવેશ કરી રાજમાર્ગમાં ચાલ્યા આવતા, રુકિમણી સહિત રથમાં બેઠેલા શ્રી કૃષ્ણને જોવા માટે સ્ત્રીનાં ટેળેટેળાં આવવા લાગ્યાં. કેટલીક સ્ત્રી ગોખમાં ઉભી હર્ષ સહિત એક નજરથી જેવા લાગી કેઈ એક કહે છે કે, અરે આ શું રતિ સહિત કામદેવ આવે છે? રેહિણી સહિત ચંદ્ર આવે છે? અથવા શચી સહિત ઇંદ્ર આવે છે? આ અતિ દેદિપ્યમાન કેણ છે? આ સ્ત્રીને ધન્યવાદ આપ જોઈએ, કારણ કે જેને પુણ્યરૂપ સંપત્તિથી કમલ સમાન નેત્રવાળા આવા