________________
જોઈ એ !” એવી ઇચ્છાથી આવ્યા. નીતિ શાસ્ત્રને જાણનારા કેટલાક કુશલ પ્રશ્ન પૂછવા માટે આવ્યા.
મળવા માટે આવેલા કેટલાએક વૃદ્ધ લેાકેાને સન્મુખ
ઉઠી કૃષ્ણ બલદેવે પ્રણામ કર્યાં. સમાન વયવાળાને આલિંગન
કરી મળ્યા. નાની વયવાળા પુરૂષા કૃષ્ણ બલદેવને પ્રણામ કરવા લાગ્યા. કેટલાક સેવકના આવી પ્રણામ કરી દૂર બેઠા. આમ સર્વે પુરૂષા ક્રમ પ્રમાણે બેસી ગયા. કરજોડી બેઠેલા સ જનેાની દૃષ્ટિનું સ્થાન માત્ર રૂકિમણીજ થયાં. કૃષ્ણ મહારાજ વાતચીત કરવા લાગ્યા કે તરત જ સ જના પેાતાના સ્થાનથી ખસી ખસીને કૃષ્ણની પાસે આવવા લાગ્યા. અને ભાગ્યશાળી કૃષ્ણ તથા રૂકિમણીની પ્રશ'સા કરવા લાગ્યા કે, આ બંને સ્ત્રી પુરૂષનું ભાગ્ય તા કાઈ અલૌકિકજ છે, આ બન્નેનું લલાટ કેવું તપે છે? અને આ કૃષ્ણનું મળ તે અનુપમ છે. એમ સમગ્ર લેાકેા પ્રશ’સા
કરવા તત્પર થયા.
હવે ત્યાર પછી કૃષ્ણે જ્યાતિવેત્તાઓને લગ્ન સબંધી પૂછ્યું ત્યારે દેવજ્ઞ બ્રાહ્મણેાએ વિચારી આપેલા અતિ શુભ લગ્નમાં કૃષ્ણે શ્રી રૂકિમણીનું પાણિગ્રહણ કર્યું. કૃષ્ણે કેટલા દિવસે રૂકિમણી સહીત ત્યાંજ રહ્યા.
એક દિવસે રૂકિમણીએ આનંદમાં બેઠેલા કૃષ્ણ મહારાજને કહ્યું કે, હું સ્વામિન! તમારી સત્યભામાદિક સ્ત્રીચાને તા મહા સમૃદ્ધિ છે, તેઓના તેવા અનુપમ મહેલા, તેવી સુંદર સખીએ, તેવી દાસીએ, અને તેવી ભ્રષાદિક સપત્તિ છે. મારા પિતા ભ્રાતાદિકને યુદ્ધ કરી મારીને બળાત્કારથી મને