________________
-
૫૦.
એ ગિરિને વિનયથી પ્રણામ કર કારણ કે દૂરથી પણ આ ગિરિને નમન કરનારા પુરૂષના સર્વ પાપને ક્ષય કરનાર આ રૈવતાચલ છે. કૃષ્ણના કહેવાથી રુકિમણી ઉભી થઈ કર સંપુટ કરી નમી. આવી રીતે ચાલતાં ચાલતાં તે રથ શ્રી દ્વારિકાપુરીની નજીક પ્રાપ્ત થયે. ત્યારે રૂકિમણીએ બલદેવને પૂછયું કે, નયનને આનંદ આપનારી, આ કઈ પુરી દેખાય છે અને તેનું શું નામ છે?
બલદેવે કહ્યું કે રૂકિમણી ! તમારા ભરથાર શ્રી કૃષ્ણના પુણ્ય પુંજ વડે પ્રેરણા કરાયેલા શ્રી કુબેર મહારાજે બનાવેલી, સુવર્ણન ગઢવાળી, રાજાઓના તથા સર્વજ્ઞોના મણિમયકોટિ પ્રાસાદથી ભૂષિત, દ્વારિકા નામની પુરી છે.
તે ત્રણે જણ આમ વાતચીત કરે છે તેવામાં, સર્વ જાતના વૃક્ષોના સમુદાયથી શુભતું, વાપી ફૂપ તળાવ યુક્ત અનેક પક્ષિઓના થતા કે લાહલથી મનહર લાગતું, અનેક વિવિધ મંડપથી મંડિત અતિ રમણીય ઉદ્યાન આવ્યું. તે ઉદ્યાનમાં જઈ રથ છેડી તે ત્રણે જણ ત્યાં બેસી સુખેથી ભજન કરવા લાગ્યા.
ત્યાર પછી શ્રી દ્વારિકામાં યાદવોને ખબર થઈ કૃષ્ણ બલદેવ કુંડિનપુરના રાજા ભીષ્મની કન્યા રુકિમણીનું હરણ કરવા ગયેલા, તે આજે શ્રી દ્વારિકાના ઉદ્યાનમાં રુકિમણી સહિત આવેલા છે. એ વાત સાંભળતાં જ કેટલાક યાદ અશ્વ ઉપર ચડી, કેટલાક રથમાં બેસી, કેટલાક ગજ ઉપર ચડી, તથા કેટલાક પગપાલા અહપૂર્વિકપણુએ ત્યાં આવ્યા. કેટલાક તે સેવા કરવા માટે અને કેટલાક તે ચાલે તેને