________________
ભાઈને દુઃખી જોઈ મારું મન બહુ જ કચવાય છે એમ રુકિમણીને અતિ આગ્રહ થવાથી બલદેવે રૂકિમકુમારને નાગપાશથી મુક્ત કરી કહ્યું કે, હે રૂકિમકુમાર? તારી ભગિનીના પતિ કુષ્ણુને તું સેવ, જે સેવા કરવાની કબુલાત આપતે હે તે અમે તારી ઉપર પ્રસન્ન થઈ ગ્રામ, દેશ, અશ્વ, ગજાદિક તને આપીએ છીએ તે તું ગ્રહણ કર. આટલું કહ્યા છતાં પણ, લજજા આવવાથી કંઈ પણ પ્રત્યુત્તર ન આપી શક્યો ત્યારે પ્રણામ કરી નીચું મુખ કરી પિતાની નગરીમાં ગયે.
કૃતાર્થ થયેલા, ચિત્તમાં આનંદ પામતા, પ્રકુલ્લિત કમળ સમાન મુખવાળા એ ત્રણે જણાં રથમાં બેસી ચાલતા થયા, બલદેવે રથ ચલાવ્યું અને કૃષ્ણ ભીષ્મ પુત્રીને પિતાના ઉત્કંગમાં બેસાડી વિજય શંખ વગાડ્યો. પશ્ચિમ ભાગમાં રહેલા વાયુ વડે શીધ્ર ગતિ કરાતો તે રથ ત્વરાથી ચાલવા લાગે. પવન પાછળ હેવાથી ઉડેલી રજ તેઓને પડતી ન હતી. એમ ચાલતાં ચાલતાં, મેદથી પૂર્ણ થયેલા, મહાભાગ્યશાલી, જેને આશય શુદ્ધ છે તેવા એ ત્રણે જણાં, અનેક ઉદ્યાનેથી તથા વિવિધ વૃક્ષોથી નલ, નાના પ્રકારના અસંખ્ય પક્ષિઓને આશ્રય આપનાર શ્રી રૈવતકગિરિની નજીક પ્રાપ્ત થયા. ત્યારે પિતાના ખોળામાં સુતેલી રુકિમણીને કૃણે કહ્યું કે, હે સુલ્સ, હે મહાભાગે ! તીર્થકરેના ચૈત્યોથી સુશોભિત તથા મુક્તિ આપનાર, તીર્થ સ્વરૂપ શ્રી રિવતાચલને તું જે! તથા પ્રણામ કરવામાં ચતુર આશયવાળી તું