________________
૪૮ બલદેવ તથા અન્ય સૈનિકે એક બીજાની ઉપર ખડગોનો પ્રહાર કરવા લાગ્યા, બાણોનો વરસાદ વરસાવવા લાગ્યા, એક બીજા ભુજાઓ પછાડવા લાગ્યા, તથા એક બીજાના હાથનું આકર્ષણ કરવા લાગ્યા, પણ મહા પરાક્રમી એકલા બલદેવે સમગ્ર સૈન્ય હત પ્રાયઃ કર્યું તે સમયે યુદ્ધ કરવામાં ફક્ત એક રૂકિમકુમાર જ રહ્યો, ત્યારે બલદેવે રૂકિમકુમારની સાથે ઉગ્ર યુદ્ધ શરૂ કર્યું. ઠાર ન મારવા વિષે પોતે રૂકિમણુને વચન આપેલું હોવાથી બલદેવે રૂકિમકુમારને માર્યો નહી ત્યારે કૃષ્ણ કહ્યું કે હે બંધુ! એ રૂકિમકુમારને નાગ પાશથી દઢ બાંધી . અનુજ બંધુનું વચન સાંભળી બલદેવે, નાગ પાશ મૂકી ઉદ્ધત રૂકિમકુમારને બાંધી રથમાં બેઠેલી રૂકિમણીને સેંપી દીધો; રૂકિમકુમાર પાશથી બંધાઈ ગયે એમ જાણી શિશુપાળ રણક્ષેત્ર છોડી પલાયન થયે. ભાગી જતા શિશુપાળને -પકડવા માટે પાછળ દોડતા કૃષ્ણને બલદેવે અટકાવ્યા. ભયને લીધે સંગ્રામ છોડી જતા પુરુષને પકડી લે એ ક્ષત્રિયને ધર્મ નથી. માટે તેને જવા દ્યો. પલાયન થયેલા શિશુપાળને તથા બંધાઈ ગયેલા રૂકિમકુમારને જોઈને બાકીનું સર્વ સૈન્ય પલાયન થઈ ગયું, કારણ કે, સિંહ સમાન પરાક્રમી શિશુપાળ તથા રૂકિમકુમાર કૃષ્ણ બલદેવની સન્મુખ ઉભા રહી ન શકયા તે શિયાળ સમાન પરાક્રમી અન્ય સૈનિકે તે બેની સન્મુખ કયાંથી જ ટકી શકે? અતિ બલવાન કૃષ્ણ બલદેવ, સંગ્રામમાં પિતાનો વિજય થવાથી હર્ષપૂર્વક સિંહનાદ કરતા કરતા રુકિમણની પાસે આવ્યા. રુકિમણીએ બલદેવને કહ્યું કે અમારા ભાઈને નાગ પાશથી છેડી મૂકે કારણ કે મારા