________________
આવાં રૂકિમણીનાં વચન શ્રવણ કરી કૃષ્ણ બલદેવે તેણના કહેવા મુજબ વચન આપી રૂકિમણીને આનંદિત કરી.
આવી રીતે ભીષ્મ પુત્રીને પૈર્ય યુક્ત કરી, હાથમાં કૌમુદી ગદા ધરનાર કૃષ્ણ પિતાના યેષ્ઠ બંધુને કહે છે કે હે ભાઈ? સિંહ સમાન પરાક્રમી મારી સન્મુખ, પરાક્રમમાં શિયાળ સમાન આ લોકે દેડતા દોડતા વધ્યા આવે છે પણ તમે જેજે કે, કેટલાએક તે અતિ બીકણ હોવાથી સંગ્રામ છોડી નાશી જશે અને કેટલાક તે યમદ્વારની ગતિ પામશે. આ સૈન્યના મધ્ય ભાગમાં અતિ ભયંકર દેખાવવાળો જે ઉભેલે છે તે શિશુપાળ છે. માટે હું તે તેની સાથે જ યુદ્ધ કરીશ અને ભીષ્માદિકની સાથે તમે યુદ્ધ કરે એમ વિભાગ પાડી યુદ્ધ કરવા તે તત્પર થયા. પરસ્પર શસ્ત્ર પ્રહાર શરૂ થવાથી અતિ ત્રાસજનક થતા યુદ્ધને, રથમાં બેઠેલી રુકિમણી નિર્નિમેષ દૃષ્ટિથી જોવા લાગી; યૌવન મદથી અતિ ઉછળતે શિશુપાળ રાડ પાડી કહે છે કે, અરે ! કૃષ્ણ ક્યાં ગયો, અરે કૃષ્ણ ક્યાં ગયો, અરે કૃષ્ણ ક્યાં ગયો, અરે ગેવાળ બાળક ક્યાં ગયો, તને ઠાર કરનાર કાળ આ હું શિશુપાળ આવ્યો છું, માટે મારી આગળ આવ; કૃષ્ણ પણ એકદમ સજ્જ થઈ શિશુપાળને કહે છે કે, અરે મૂર્ખ, તારી આગળ કૌમુદી ગદા ધરી ઉભેલા મને જે! રે મૂઢ હજી તે તું જીવે છે છતાં કેમ દેખતે નથી? પણ હું જાણું છું કે, નજીક આવેલા મરણે તને પ્રથમથી જ અંધ બનાવી દીધે છે તેથી દેખાતું નથી. આમ પરસ્પર વિવાદ કરતા કૃષ્ણ શિશુપાળ ઘણે વખત સુધી યુદ્ધ કરવા લાગ્યા.