________________
૪૬ છે. માટે આને એ વિશ્વાસ બેસી જાય કે આ બેઉ જણને કઈ પણ પહોંચી શકે તેમ નથી એવું કાર્ય બતાવે.
આવી રીતે બળદેવનાં વચન સાંભળી બુદ્ધિશાલી કૃષ્ણ પોતે આંગળીમાં પહેરેલી વીંટીમાં રહેલે હીરે કાઢી હથેળીમાં લઈ અંગુષ્ઠની ભીસથી તેના ચૂરેચૂરા કરી રૂકિમણીનાં હાથમાં આપે અને વળી કહ્યું કે હજી બીજું પણ પરાક્રમ બતાવું છું એમ કહી અતિ બળવાન કૃષ્ણ ધનુષ ચડાવી એક જ બાણથી એક શ્રેણીમાં રહેલા સાત તાડના વૃક્ષે વેગથી વીંધી નાખ્યા. આવું આશ્ચર્યકારક બળ જોઈ રુકિમણીને વિશ્વાસ આવ્યો કે આને કાઈ પણ જીતી શકે તેમ નથી. આમ પ્રતીતિ થઈ છતાં દિન મુખવાળી રુકિમણુને જોઈ કૃષ્ણ કહ્યું કે હે દેવિ? હજી પણ શું ચિંતા છે કહે! જે ચિંતા હોય તેનો ઉપાય કરું. એકઠા થયેલા ગજરૂપ આ સૈન્યમાં સિંહ સમાન મારૂં પરાક્રમ, નિશ્ચિત થઈ તું જોયાકર, શેક તથા વિચાર છેડી નિઃશંકપણે હસતું મુખ કર, કારણ કે અમે ખાસ તારે માટે જ આ સઘળો પ્રયાસ કરેલ છે, તું જ્યારે થતું યુદ્ધ જે ઈશ! ત્યારે જ અમારું સર્વ કાર્ય સફળ થશે. - નમ્રતાપૂર્વક હાથ જોડી રુકિમણીએ કહ્યું કે હે સ્વામિન? મને બીજે કશે પણ વિચાર નથી. માત્ર આટલે જ વિચાર છે કે કદી તમે મારા પિતાને તથા મારા ભાઈને મારી નાખે, તે એ વિચાર મનમાં રહે છે. તેથી આપ બંને જણું મને વચન આપે કે “અમારા બંને ય જણામાંથી કોઈએ પણ તારા પિતાને તથા તારા ભાઈને મારે નથી.” આમ વચન આપી પછી તમે ઈચ્છા પ્રમાણે યુદ્ધ કરે.