________________
થયેલી રૂકમણીને હે હાથે તેડી રથમાં બેસાડી. સારથી થયેલા બલદેવે રથ ચલાવ્યું. રથમાં બેઠેલા કૃષ્ણ પિતાને પાંચજન્ય શંખ વગાડી ઉંચે સ્વરે કહ્યું કે, હે ભીષ્મરાજન ! હે રૂકિમકુમાર ! હે શિશુપાલ ! તમે સર્વે સાંભળે. વસુદેવને પુત્ર, બલદેવનો અનુજબંધુ, શ્રી દ્વારિકાપતિ હું કૃષ્ણ તમારી આ રૂકિમણુને હરી જાઉં છું. માટે જે તમારામાં કઈમાં પણ શક્તિ હોય તો તે મારી સન્મુખ આવો, એટલે તેની ભુજાની ખરજ દૂર કરું. પ્રથમ થયેલા શંખને શબ્દ સાંભળી તેની પાછળ થયેલ દારૂણ વચન સાંભળી સર્વ સૈનિકે. પિતપતાના શત્રે ગ્રહણ કરી સત્વર ભાગવા લાગ્યા, કેટલાએક રથમાં બેસીને ગયા, કેટલાએક ઘોડેસ્વાર થઈ ગયા, અને કેટલાક તે હાથી ઉપર તથા ઉંટ ઉપર બેસી ગયા. ભીષ્મરાજા પણ ભીમ બખતર પહેરી યુદ્ધ કરવા માટે ગયા. રૂકિમકુમાર પણ હાથમાં ધનુષબાણ લઈ દેડી ગયે. મદ્યપાન કરવા માટે મદ્યને કરે ગ્રહણ કરી બેઠેલ તથા રૂકિમણીનું હરણ સાંભળતાં જ ઉત્પન્ન થયેલા ક્રોધથી લાલ નેત્રવાળે શિશુપાલ, અશ્વપાલે તૈયાર કરી લઈ આવેલા અશ્વ ઉપર ચડી કેટલુંક સૈન્ય પિતાની સાથે લઈ તક્ષણ ચાલતો થયો.
કૃષ્ણની સન્મુખ આવી ભીમરાજા ઉંચે સ્વરે કહે છે કે અરે કૃષ્ણ? ઉ રહે ઉભે રહે, શત્રુરૂપી કાદવને શોષી લેનાર ગ્રીષ્મઋતુ સમાન હું ભમ્મરાજા તારી સાથે યુદ્ધ કરવા પ્રાપ્ત થયેલ છું.
અરે તું ક્યાં જાય છે, ક્યાં જાય છે, રૂકિકુમાર બોલ્યો