________________
૪૩
પૂજા કર. હું અહિંયા ઉભી જતાઆવતા માણસની તપાસ રાખું છું. એમ કહી ભીષ્મરાજાની ભગિની ત્યાંજ ઉભી રહી. સાક્ષાત દેહધારી વનની અધિષ્ઠાતાદેવી કેમ હોય તેમ જોવામાં આવતી અવાજ કરતા નૂપુરવાળી હંસસમાન ગતિ કરનારી રુકિમણી ત્યાંથી આગળ ચાલી. ત્યાં જઈ કામદેવની મૂર્તિ આગળ ઉભી કરસંપુટ કરી આ વચન બોલી.
મારા પુણ્ય વડે પ્રેરણું કરાયેલા, વસુદેવના પુત્ર, બલદેવના અનુજબંધુ, શ્રી દ્વારિકાપતિ કૃષ્ણમહારાજ જે અહિંયાં આવ્યા હોય તે સત્વર મને દર્શન આપે, હું ભીષ્મરાજાની પુત્રી રૂકિમણું છું. લતાકુંજમાં તિરહિત થઈ ગુપચુપ ઉભેલા કૃષ્ણ હૃદયને આહાદજનક વચન શ્રવણ કરતાંજ લતાકુંજમાંથી બહાર નીકળી તેણીની પાસે આવી બેલ્યા કે, સુભાગ્યવતિ! આ હું કૃષ્ણ છું જરા પ્રેમાદ્ર દષ્ટિથી મને જોઈ કૃતાર્થ કર. તે મોકલેલા કુશલ નામના દૂતે કહેલા સંકેત મુજબ આવ્યો છું. આ મારી આગળ ઉભેલા, નીલવસ્ત્ર પહેરનારા બલદેવ નામના મારા જ્યેષ્ઠ
આમ કહેનારા પિતાની આગળ ઉભેલા પિતાંબર ધરનારા કૃષ્ણને જોઈ તક્ષણ ઉત્પન્ન થયેલી લજજાને લીધે રૂકિમણી નમ્ર મુખ કરી ઉભી રહી.
અશ્વ જોડી રથ તૈયાર કરી બલદેવ બેલ્યા કે, હે કૃષ્ણ! કુલવાન સ્ત્રીને સ્વાભાવિક લજજા થાય છે માટે પડી ન જાય તેમ સુકેમલ રૂકિમણીને તમે બે હાથે તેડી સત્વર રથમાં બેસાડે. બલદેવના વચન સાંભળી કુણે રેમાંચિત