________________
અથ વતુર્થ
:
એક દિવસે પરસ્પર કલહ કરાવવામાં પ્રીતીવાળા નારદમુનિ ફરતા ફરતા શિશુપાળરાજાની સભામાં ગયા ત્યારે શિશુપાલરાજાએ મુનિની સન્મુખ આવવા, પ્રણામ કરવા વિગેરેથી સત્કાર કર્યો, તથા ઉત્તમ આસન ઉપર બેસાડ્યા. રાજાના કુટુંબ સંબંધી કુશળપ્રશ્ન પૂછી નારદમુનિ હસતા હિસતા બોલ્યા કે, શિશુપાલ? મેં સાંભળ્યું છે કે કુંડીનપુરમાં ભીષ્મરાજાની પુત્રી રૂકિમણું સાથે તારે વિવાહ થનારે છે. જે એમ હોય તો તારા જે ભાગ્યશાલી પુરૂષ સાંપ્રતકાળમાં કેઈ નહિ. આ ભૂમિમાં ખરેખર તું જ મહાન રાજા છે. અને તે કન્યા ખરેખર તને જ યોગ્ય છે. જેમ, ઇંદ્રને યોગ્ય શચી, રવીને યોગ્ય કૌમુદી, નળરાજાને યોગ્ય દમયંતી છે તેમજ રૂકિમણું ખાસ તને જ યોગ્ય છે. પણ વિવાહની લગ્ન પત્રિકા મને બતાવ; કારણ કે લગ્નમાં જ્યોતિર્વિદ્ બ્રાહ્મણોએ લગ્ન શુદ્ધિ કેવી કરેલી છે તે જરા હું જોઈ તપાસું. | મુનિના કહેવાથી રાજાની સમીપ બેઠેલા બ્રાહ્મણે કુંકુમચર્ચિત લગ્ન પત્રિકા મુનિને આપી મુનિએ તેમાં દ્વિઘટિકાત્મક લગ્ન જોઈ મસ્તક હલાવી તે પત્ર પૃથ્વી ઉપર મૂકી દીધું.
મુનિનું મસ્તક કંપતું જઈ શંકા પામેલા રાજાએ હાથ જોડીને કહ્યું કે મહારાજ? આપ મસ્તક શા કારણે હલા છે, તે કારણ મને કૃપા કરી કહે.